Western Times News

Gujarati News

ભારત-કેનેડા વિવાદ પાછળ સ્ટુડન્ટ લીડર્સની ગેંગવોર જવાબદાર છે

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં જે વિવાદ થયો અને સંબંધો બગડ્યા તેની પાછળ યુનિવર્સિટીઓનું સ્ટુડન્ટ પોલિટિક્સ પણ જવાબદાર ગણી શકાય. અને તે પણ પંજાબ યુનિવર્સિટીનું સ્ટુડન્ટ પોલિટિક્સ. યુનિવર્સિટીઓના રાજકારણની વાત આવે ત્યારે લોકોને મોટા ભાગે દિલ્હી યુનિવર્સિટી અથવા જેએનયુ યાદ આવે છે. પરંતુ ભારત-કેનેડા વિવાદના મૂળ કદાચ પંજાબ યુનિવર્સિટીના રાજકારણમાં રહેલા છે.

આખા ઝઘડાની શરૂઆત સ્ટુન્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટીને કન્ટ્રોલ કરવામાંથી થઈ અને તેમાં એક પછી એક હત્યાઓ થવા લાગી જેના કારણે ભારત અને કેનેડા વચ્ચે તણાવ પેદા થયો છે.

ગયા અઠવાડિયે કેનેડાનો વિવાદ ચાલતો હતો ત્યારે કેટલાક હુમલાખોરો કેનેડાના વિનિપેગ ખાતે એક મકાનના બીજા માળે ઘુસી ગયા પહોંચી ગયા અને સુખા ડુનેક નામના ગેંગસ્ટરને ઠાર માર્યો. આ હત્યા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના માણસોએ કરી હોવાની શક્યતા છે જે હાલમાં જેલમાં પૂરાયેલો છે.

આ અગાઉ ૨૦૨૦માં પંજાબ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સંગઠનના ભૂતપૂર્વ સ્ટેટ પ્રેસિડન્ટ ગુરલાર બ્રારની હત્યા થઈ હતી. ગુરલાર બ્રાર એ ગોલ્ડી બ્રારનો નાનો ભાઈ થાય છે. ગોલ્ડી અત્યાર સુધી ફરાર હતો અને હવે કેનેડામાં રહીને ગેંગ ચલાવે છે.

ગુરલાર બ્રારની હત્યા થઈ ત્યારથી લોરેન્સ બિશ્નોઈ અને સુખા ડુનેક વચ્ચે ગળાકાપ દુશ્મની ચાલતી હતી. અસલમાં લોરેન્સ બિશ્નોઈ અને બીજા એક ગેંગસ્ટર દેવિન્દર બાંમ્બીહા વચ્ચે ભયંકર દુશ્મની છે જેના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી-દ્ગઝ્રઇમાં હત્યાઓ થઈ છે.

પંજાબ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી થઈ તેમાં આ દુશ્મનીના બીજ રોપાયા હતા. આ ચૂંટણીમાં બિશ્નોઈનો ઉમેદવાર ચૂંટણી લડ્યો હતો અને નજીવા માર્જિનથી હારી ગયો હતો. તેના પછી બદલો લેવા માટે એક પછી એક હત્યાઓ થવા લાગી.

પંજાબ-હરિયાણામાં હત્યાઓ અને ખંડણી ઉઘરાવવાનું કામ કરતા ગેંગસ્ટરો હવે તો કેનેડાથી પણ કામ કરવા લાગ્યા છે. કેનેડા ઘણા સમયથી ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનું ગઢ બની ગયું છે અને તેમાં હવે ઉત્તર ભારતના સ્ટુડન્ટ પોલિટિક્સના ગુંડાઓ પણ સક્રિય બન્યા છે. અગાઉ આ માફિયાઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર પૂરતા સક્રિય હતા. પરંતુ હવે ઈન્ટરનેશનલ સ્તરે પણ ગેંગ ચલાવે છે અને હત્યાઓ કરે છે. કેનેડામાં ગયા સપ્તાહમાં થયેલી સુખ્ખા નામના ગેંગસ્ટરની હત્યા આ ગેંગવોરનું જ પરિણામ હતી.

કેનેડામાં તાજેતરમાં જે ગેંગવોરમાં હત્યાઓ થઈ તેના મૂળ મોટા ભાગે લોરેન્સ બિશ્નોઈ અને દેવિન્દર બાંમ્બીહાની ગેંગ સાથે સંકળાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ ૨૦૧૦માં ચંદીગઢની ડ્ઢછફ કોલેજમાં ભણતો હતો. ૨૦૧૧માં અકાલી દળના નેતા વિક્રમજિત સિંહ ઉર્ફે વિક્કીની હાજરીમાં બિશ્નોઈને આ કોલેજનો પ્રેસિડન્ટ જાહેર કરાયો હતો.

જાેકે, દેવિન્દર બાંમ્બીહાને આ ગમ્યું ન હતું. તેથી બિશ્નોઈએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા અને રોકી ફઝિલકાની મદદ લીધી. લોરેન્સ બિશ્નોઈના જીવનમાં આ એક ટર્નિંગ પોઈન્ટ હતો તેમ કહી શકાય. આ સાથે જ પંજાબનું સ્ટુડન્ટ પોલિટિક્સ પણ બદલાઈ ગયું ગુંડાઓ બેફામ બન્યા. ૨૦૧૦થી ૨૦૧૭ વચ્ચે પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ સામે લગભગ ત્રણ ડઝન જેટલા ગંભીર કેસ નોંધાયા હતા.

આ દરમિયાન બિશ્નોઈ ક્રાઈમની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યો હતો. તેણે ગુરલાર બ્રાર સાથે પણ કામ કર્યું અને બ્રાર ૨૦૧૬માં પંજાબ યુનિ.ના સ્ટુડન્ટ યુનિયનનો સ્ટેટ પ્રેસિડન્ટ બન્યો હતો. એક પછી એક ત્રણ વખત જીત મળવાના કારણે બિશ્નોઈ અને દેવિન્દર બાંમ્બીહા વચ્ચે દુશ્મની વધતી ગઈ.

૨૦૧૭માં બાંમ્બીહા ગ્રૂપના એક ગેંગસ્ટરને બિશ્નોઈના માણસોએ ફરિદકોટમાં મારી નાખ્યો. ત્રણ વર્ષ પછી બામ્બીહા ગ્રૂપે તેનો બદલો લીધો અને ચંદીગઢમાં એક નાઈટક્લબ બહાર ગુરલાલ બ્રારને ઘેરીને તેની હત્યા કરી. બ્રારનું મર્ડર કર્યા પછી બામ્બીહા ગેંગ બિશ્નોઈની નજીક ગણાતા વિકી મુદ્દુખેરાની પાછળ પડી ગઈ અને ૨૦૨૧માં મોહાલીમાં વિકીની હત્યા કરી.

બિશ્નોઈ અને તેના સાથીદારોએ આ હત્યાનો બદલો લેવાના કસમ ખાધા છે. આ જ ગેંગવોરમાં પંજાબી ગાયક સિધુ મુસાવાલાની પણ હત્યા થઈ હતી જે પોતાને ભીંદરાનવાલેનો કટ્ટર ટેકેદાર ગણાવતો હતો.બ્રારની હત્યાથી આ બધા મર્ડરનો સિલસિલો શરૂ થયો તેમાં છેલ્લે કેનેડામાં સુખ્ખાની હત્યા કરવામાં આવી અને ભારત-કેનેડા વિવાદમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.