Western Times News

Gujarati News

‘સ્વચ્છ ભારત મિશન’માં ફાળવેલામાંથી ૭૫૪૭૯.૪૫ કરોડ ખર્ચાયા જ નહીં: કોંગ્રેસ

પ્રતિકાત્મક

ભાજપ સરકારની કથની અને કરની અલગઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યુ હતું કે, ‘પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપની નિયત મેલી છે.

(એજન્સી)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર દ્વારા ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંગે સરકારની પોલખોલ આંકડાઓ રજૂ કરાયા હતા. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યુ હતું કે, ‘પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપની નિયત મેલી છે.

સંસદમાં રજૂ થયેલા જ સ્વચ્છ ભારત મિશનના આંકડાઓએ જ ભાજપ સરકારની પોલખોલી નાખી. ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં ફાળવવામાં આવેલ ૧૮૪૫.૯૮ કરોડ રૂપિયામાંથી ૫૯૮.૮ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વણવાપરેલા પડી રહી. માત્ર બે વર્ષમાં ૬૭૯ કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી.’

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત ફાળવેલ કુલ ૨૭૫૩.૦૫ કરોડ રૂપિયામાંથી માત્ર ૯૫.૪૬ કરોડનું ફંડ રીલીઝ કરવામાં આવ્યું. વર્ષ ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨ એમ ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો સ્વચ્છતા અભિયાન માટે ફળવાયો નહીં.

ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં વસ્તી ગીચતાને કારણે સ્વચ્છતાની વધુ જરુરુ પડે તેમ છતાં શહેરી વિસ્તારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બજેટમાં ફાળવેલ ૨૭૫૩.૦૫ કરોડમાંથી ૨૫.૩૧ કરોડ એટલે કે એક ટકાથી પણ ઓછી રકમ ખર્ચ કરવામાં આવી.

વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન’માં ફાળવેલા રૂપિયામાંથી ૭૫૪૭૯.૪૫ કરોડ જેટલા અધધ રૂપિયા ખર્ચાયા જ નહીં. આ જ દર્શાવે છે કે ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપ સરકારની કથની અને કરણી કેટલી જુદી છે.’ વધુમાં કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, ‘મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના દિવસે નીતનવા ગતકડા કરી માત્ર ફોટો ફેશન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.