Western Times News

Gujarati News

હિમાચલની આ સ્કૂલમાં ભણ્યા હતા સંજય દત્ત અને સૈફ અલી ખાન

મુંબઈ, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી જૂની શાળાઓમાંની એક ધ લોરેન્સ સનાવર સ્કૂલમાં ત્રણ દિવસીય સ્થાપના દિવસની શરૂઆત થઈ છે.

અહીં ૨જી ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે. સ્થાપના દિવસની શરૂઆતમાં ગાંધી જયંતિ નિમિત્તે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા સમગ્ર શાળાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. સમગ્ર કેમ્પસનો રાત્રીનો નજારો જાેવાલાયક હતો.

૨ ઓક્ટોબરે જ ૧૯૯૮, ૧૯૭૩, ૧૯૬૩ અને ૧૯૫૮ બેચના જૂના વિદ્યાર્થીઓ પણ ભેગા થયા હતા. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સુખવિંદર સુખુ બુધવારે કાર્યક્રમની અધ્યક્ષતા કરશે અને પરેડનું નિરીક્ષણ કરશે અને વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપશે. નોંધનીય છે કે, સર હેનરી અને લેડી હોનોરિયા લોરેન્સે સનાવમાં આ શાળાની સ્થાપના કરી હતી. તે વિશ્વની સૌથી જૂની બોર્ડિંગ શાળાઓમાંની એક છે.

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કસૌલીની ખીણોમાં ૧૫ એપ્રિલ ૧૮૪૭ના રોજ ૧૪ બાળકો સાથે આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૧૮૫૩માં શાળામાં બાળકોની સંખ્યા વધીને ૧૯૫ થઈ. અને આ શાળાને કિંગ્સ કલર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, આ શાળા અંગ્રેજ સૈનિકોના બાળકો માટે ખોલવામાં આવી હતી. વર્ષ ૧૮૫૮ માં, આ શાળાનું નામ લશ્કરી આશ્રય શાળા રાખવામાં આવ્યું, પછી ૧૯૨૦ માં લોરેન્સ રોયલ મિલિટરી શાળા અને પછીથી ૧૯૪૯ માં તેનું નામ ધ લોરેન્સ સનાવર શાળા રાખવામાં આવ્યું. ડબલ્યુજે પાર્કર તેના પ્રથમ આચાર્ય હતા.

આ શાળા લગભગ ૧૩૯ એકરમાં ફેલાયેલી છે. જે ટેકરીઓની ટોચ પર આવેલું છે. ભારત અને વિદેશની અનેક હસ્તીઓએ અહીં અભ્યાસ કર્યો છે. એવું કહેવાય છે કે, તે ભારતની સૌથી મોંઘી શાળાઓમાંની એક છે.

ઘણા પ્રખ્યાત લોકોએ પણ લોરેન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જેમાં બોલિવૂડ એક્ટર સંજય દત્ત, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, એક્ટર વિદ્યુત જામવાલ, એક્ટર સૈફ અલી ખાન, પૂજા બેદી, એક્ટર વીર દાસ, નેતા મેનકા ગાંધી, પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ, પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ, ઘણા લોકો સામેલ છે. હીરો સાયકલના એમડી પંકજ મુજલ અને નેસ વાડિયા સહિતના લોકો સામેલ છે. હાલમાં આ શાળા ઝ્રમ્જીઈ સાથે જાેડાયેલી છે. આ શાળાના બાળકો માઉન્ટ એવરેસ્ટ ચઢનાર સૌથી નાની વયના પણ બની ગયા છે. હાલમાં હિંમતસિંહ ધીલો તેના આચાર્ય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.