Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. તંત્રએ કુલ ૪૩ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યાે

AMTS-BRTS અને મેટ્રો સ્ટેશન સહિતના સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી

અમદાવાદ, સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરમાં ૬૦ દિવસની સફાઈ ઝુંબેશ આરંભાઈ છે. તે નિમિત્તે ગઈકાલે શહેરમાં આવેલા એએમટીએસ અને બીઆરટીએસના બસ ટર્મિનસ અને બસ સ્ટેશન તથા મેટ્રો સ્ટેશન અને રેલ્વે ટર્મિન્સ-રેલવે સ્ટેશનની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

અમદાવાદ શહેરની સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે હાથ ધરવામાં આવેલ ૬૦ દિવસની સફાઈ ઝુંબેશ કાર્યક્રમનાં મેયર પ્રતિભા જૈને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર અને પાછળનો ખુલ્લો પ્લોટ તથા સોમનાથ ભૂદરના આરા પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

પેસેન્જર્સ માટેની અવરજવરના સ્ટેશનોની સફાઈ ઝુંબેશના આ કાર્યક્રમમાં કાલુપુર રેલવે સ્ટેશન, લાલ દરવાજા બસ સ્ટેશન, ચાંદખેડા એસટી સ્ટેન્ડ, ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેશન, સારથિ બંગલોઝ એએમટીએસ ટર્મિનસ સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ ગામ એએમટીએસ બસ સ્ટેન્ડ, નવા વાડજ એએમટીએસ બસ સ્ટેન્ડ, પ્રભાતચોક,

સ્વામિનારાયણ મંદિર, ઘાટલોડિયા મેટ્રો રૂટ તથા ભાઈકાનગર આંબલી સ્ટેશન, અંકુર એએમટીએસ બસ સ્ટેન્ડ ઈન્દિરાબ્રિજ બસ સ્ટેન્ડ, મેમ્કો, સૈજપુર, સરદારગ્રામ રેલવે સ્ટેશન, છારાનગર ક્રોસિંગ પાસે, કુબેરનગર, ઘીકાંટા મેટ્રો સ્ટેશન, અસારવા રેલવે સ્ટેશન, અરવિંદ મિલ સામે,

નરોડા રોડ અને ઈન્ડિયા કોલોની જેવાં સ્થળો પર સાફસફાઈ હાથ ધરાઈ હતી. પશ્ચિમ ઝોનમાં અંકુર એએમટીએસ બસ સ્ટેન્ડ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, નહેરૂનગર એએમટીએસ બસ સ્ટેન્ડ, પાલડી એએમટીએસ બસ સ્ટેન્ડ, ગાંધીનગર બસ સ્ટેન્ડ અને વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ થયેલા સ્વચ્છતા અભિયાનમાં ૭૩૬. પ કલાકનું શ્રમદાન કરાયું હતું.

જ્યારે તંત્ર ર.૪૯પ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યાે હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં પ્રભાતચોક, સ્વામિનારાયણ મંદિર, આંબલી સ્ટેશન, ઈસ્કો મંદિર જેવાં સ્થળોએ કરાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ ૩ર૦ કલાકનું શ્રમદાન કરાયું હતું અને તંત્ર ૮.પ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યાે હતો.

જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જીવરાજપાર્ક મેટ્રો સ્ટેશન બુટભવાની એએમટીએસ બસ સ્ટેશન, સરખેજ રેલવે સ્ટેશન અને મકતમપુરા બસ સ્ટેશન વગેરે સ્થળોએ હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ સત્તાવાળાઓએ કુલ પાંચ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યાે હતો. આ સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા લોકોએ કુલ ૪ર૭૬.પ કલાકનું શ્રમદાન કર્યું હતું અને કુલ ૪ર.૯૩ મેટ્રિક ટન કચરાનું કલેક્શન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.