Western Times News

Gujarati News

અદાણીએ સૌથી મોટી આંતર પ્રાદેશિક 765 કેવીની વારોરા-કુર્નુલ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત કરી

નેશનલ ગ્રીડને મજબૂત કરનાર આ લાઇનથી પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશો વચ્ચેનો બિનરોક વીજ પૂરવઠો

·         આ વ્યૂહાત્મક પશ્ચિમથી દક્ષિણ 765 KV ઇન્ટરકનેક્ટર્સ અને સબસ્ટેશન સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)  દેશના તમામ પ્રદેશોમાં તેની હાજરી વિસ્તારે છે

અમદાવાદ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં 1,756 સર્કિટ કિલોમીટરમાં ફેલાયેલ વારોરા- કુર્નૂલ ટ્રાન્સમિશન (WKTL) અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા પૂર્ણ રીતે કાર્યન્વિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પશ્ચિમી  અને દક્ષિણ પ્રદેશો વચ્ચે ૪૫૦૦ મેગાવોટનો નિરંતર વીજ પૂરવઠો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત બનાવવા સાથે દક્ષિણ ક્ષેત્રની ગ્રીડને મજબૂત કરશે અને રીન્યુએબલ્સ એનર્જી સ્ત્રોતોમાંથી ઉત્પાદનના મોટા પાયે એકીકરણને સમર્થન આપશે.

આ પ્રોજેકટની વિગત અનુસાર વારોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિ. (WKTL) ની સ્થાપના એપ્રિલ, ૨૦૧૫માં દક્ષિણ પ્રદેશ એટલે કે, વારોરા-વારંગલ અને ચિલાકાલુરીપેટા-હૈદરાબાદ-કુર્નૂલમાં વારંગલમાં kV સબ-સ્ટેશનમાં 765/400 કેવીની રચના સાથે વધારાની આંતર-પ્રાદેશિક વૈકલ્પિક વર્તમાન લિંક આયાત કરવા માટે કરવામાં આવી હતી.

વારોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિ.એ અત્યાર સુધીનો સૌથી મોટો 765 kV D/C (Hexa વાહક) ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રોજેક્ટ છે જે એક જ યોજના હેઠળ આપવામાં આવ્યો છે. તેમાં મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પસાર થતી 1756 સરકીટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન અને વારંગલમાં 765 KV સબ-સ્ટેશનનું નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણીના ધોરણે બાંધકામ સામેલ છે.

૨૦૧૬ના આરંભે એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ.ને ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડ પર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને બાદમાં  ધિરાણકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા તણાવગ્રસ્ત દેવાના પુનર્ગઠનને પગલે માર્ચ-૨૦૨૧માં AESL દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી તરવી શકાય છે કે આ માટે ટાવર ઊભા કરવા માટે કુલ ૧.૦૩ હજાર મેટ્રિક ટન  સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દશ એફિલ ટાવર્સનું નિર્માણ કરવા માટે જરૂરી સામગ્રીની સંખ્યા બરાબર છે. ટ્રાન્સમિશન લાઈનો માટે કુલ ૩૦,૧૫૪ કિમી કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ચંદ્રના ત્રણ રાઉન્ડ ફરવા બરાબર છે. ઉલ્લેખનીય બાબત એ છે કે જરૂરી વાહક સામગ્રી વિશિષ્ટ મિશ્રધાતુમાંથી બનાવવામાં આવી છે.

એન્જિનિયરિંગ અને અમલવારીની અજાયબી એ છે કે 102 મીટરની ઊંચાઈના બે મિડ-સ્ટ્રીમ ટાવર દરેક પાઈલ ફાઉન્ડેશન સાથે પ્રથમવાર કૃષ્ણા નદી પર સ્થાપવામાં આવ્યા છે. નદીમાં પાણીનું સ્તર નીચું હોય ત્યારે વર્ષ દરમિયાન માત્ર ત્રણ મહિનાની કાર્યકારી વિન્ડો ઉપલબ્ધ હતી.એ દ્રષ્ટીએ આયોજન અને અમલીકરણનો તે નિર્ણાયક તબક્કો હતો ઉપરાંત ટાવરોનું નિર્માણ અને 116 મુખ્ય પાવર લાઇન, રેલ્વે ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને યોગ્ય રીતે પાર કરતી લાઇનોનું સ્ટ્રિંગિંગ પડકારરુપ હતું.

આ પ્રોજકેટના અમલીકરણની અન્ય શ્રેષ્ઠ સિદ્ધિઓમાં સામેલ બાબતોમાં પ્રતિ માસ 140 સરકીટ કિલોમીટરના દરે ૧૧ મહિનામાં 1,524 સરકીટ કિલોમીટર સ્ટ્રીંગિંગ પૂૂર્ણ થયું છે.સરેરાશ 15ની ટુકડી સાથે દરરોજ ૧૦૦ MT ટાવર ઊભો કરવામાં આવ્યા છે અને પ્રોજકેટ ઝડપથી પૂૂર્ણ કરવા 40 ટીમોને કામે લગાડવામાં આવી હતી.

સમગ્ર સાઇટ પર 2,000 કામદારોની મોટી ફોજ પણ લાવવામાં આવી હતી. આ પ્રોજેક્ટે વૈશ્વિક ઘટનાઓમાં પણ સામેલ થયો છે કારણ કે  COVID-19 અને રશિયા-યુક્રેન યુદ્ધના લીધે વારંવાર ડિમોબિલાઇઝેશન અને મોબિલાઇઝેશન પડકારો વચ્ચે સમગ્ર કોમોડિટી સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ઉભો થયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.