Western Times News

Gujarati News

ટામેટા સસ્તા થયા તો ડુંગળી મોંઘી થઈ

ડુંગળી હાલ છુટકમાં ૩૦ થી ૪૦ રૂપિયા કિલો વેચાઈ-હવે ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી, મોંઘી બની ગરીબોની કસ્તુરી-ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. 

રાજકોટ,  મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ડુંગળી ઓછી થઈ રહી છે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. ડુંગળી આવક ઘટતા તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગરીબોની કસ્તુરી સામાન ડુંગળી મોંઘી થતાં રાજકોટની કેવી હાલત થઈ છે.

એક સમયે ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજકોટમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૂપિયા ૩૦ થી ૪૦ પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. જેને કારણે હવે ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં ફરી ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ૧૦થી ૧૫ રૂપિયા કિલો વધારો થયો છે. ડુંગળી હાલ છુટકમાં ૩૦ થી ૪૦ રૂપિયા કિલો વેચાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના એક મણના ૪૦૦થી લઈ ૬૦૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.

હાલ ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ છે. હવે ડુંગળીમાં ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. હાલ ડુંગળી કિલો દીઠ ૧૦-૧૫ રૂપિયા મોંઘી વેચાઈ રહી છે. સામાન્ય રીતે જે ડુંગળી ૨૦-૨૫ રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં ૩૦-૪૦ રૂપિયા કિલો વેચાઈ રહી છે. જાે કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે.

ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે ૪૦ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.