Western Times News

Gujarati News

અમરેલી જીલ્લામાં કપાસનો પાક સુકાવા લાગ્યો: મગફળીનું વાવેતર ઘટ્યું

અમરેલી જીલ્લામાં મગફળી અને કપાસમાં નબળો પાક

આ વર્ષે ગુજરાતમાં સૌથી નબળો ખેતીપાકોનો જિલ્લો એટલે કે અમરેલી જેમાં દુષ્કાળની સ્થિતિ જેવું વાતાવરણ અત્યારે છે. અમરેલી જિલ્લાનું મુખ્ય પાક મગફળી અને કપાસ છે અને કપાસનો પાક આ વખતે સુકાવા લાગ્યો છે. વરસાદનું પ્રમાણ બહુ જ અનિયમિત છે. મગફળીનું વાવેતર પણ આ વિસ્તારમાં ઘટ્યું છે અને ઉત્પાદનમાં પણ બહુ જ મોટું ગાબડું પડયું છે.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજયમાંં દેશની સૌથી મોટી સંસ્થા એટલે કે એસોસિએશન ઓફ ઇન્ડિયાના ૩૦ હજાર ખેતરમાં ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મગફળીનો સર્વે કરાયો છે જેના અંતે એવું જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લામાં માત્ર આઠ મણ જેવું મગફળીનું ઉત્પાદન છે

એની સામે રાજ્યમાં અન્ય તમામ જિલ્લાઓમાં ૧૦ મણથી ૨૨ મણ સુધી વિઘે ઉત્પાદન થયું છે. જોકે ટોકન લઈ શકાય એવું દેવભૂમિ દ્વારકામાં ૨૨ મણનું ઉત્પાદન આ વર્ષે આવશે. ત્યાં આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા અમને જાણવા મળી રહ્યું છે અને સ્થળ ઉપર જાત તપાસ કરતાં સર્વેનો અહેવાલ આવે છે કે દેવભૂમિ દ્વારકામાં પંદરથી અને ૪૦ મણનું વિઘે ઉત્પાદન છે.

તેની સામે અમરેલી જિલ્લામાં માત્ર ૮ મણનું ઉત્પાદન છે જે ગયા વર્ષની સરખામણીમાં પણ ચાર મણ ઓછું છે. વરસાદ બહુ જ નિયમિત રહ્યો છે અને મગફળી ઉપરાંત બીજો સૌથી મોટો ફરક કપાસનો જણાય છે. એમાં પણ ઘણા ખેતરોમાં હવે આ છેલ્લી વીણ ચાલી રહી છે

અને દિવાળી સુધીમાં જેને શિયાળાનું પિયત આપવાની અનુકૂળતા નથી એવા કપાસ નીકળી જશે માત્ર દસ પંદર ટકા આસપાસ અમરેલી જિલ્લામાં કપાસ સારો છે અને એની સામે ઉત્પાદન પણ ઘટ્યું છે. અમરેલીના સાવરકુંડલામાં ખારાપાટ વિસ્તારની વાત કરીએ તો માત્ર બે મણ કપાસનું ઉત્પાદન આવશે તે વિસ્તારમાં એક મોટી સમસ્યા ઊભી થવાની છે જે ખેડૂતોએ ફાર્મે જમીન રાખી છે તે ખેડૂતોને આ વખતે ફારમના ખર્ચ ઉભો થવા પણ મુશ્કેલ છે કારણ કે ૪ મણ કપાસ થાય અને ૧૨૦૦ રૂપિયાના ભાવ ગણીએ તો ૪૮૦૦ રૂપિયાનું ઉત્પાદન આવે.

અને ૫૦૦ થી લઇ અને ૪૦૦૦ રૂપિયા સુધીની ફારમ અપાય છે. આ વર્ષે મજૂરી ખર્ચ વધુ છે, ખાતર બિયારણ મોંઘા થયા છે. અને રોગ-જીવાતનું પ્રમાણ વધ્યું છે એટલે દવાના છંટકાવનો ખર્ચ પણ વધી ગયો છે આમ એકંદરે અમરેલી જિલ્લામાં ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે સામે ઉત્પાદન ઘટયું છે. ભાવ પણ ગયા વર્ષની સરખામણીમાં ઓછા છે.

આ સમયે ગયા વર્ષે ૧૮૦૦ થી ૧૯૦૦ રૂપિયાના ભાવ હતા જેની સરખામણીએ ૧૦૦૦ રૂપિયા ભાવ છે. આવો જ મગફળીમાં પણ ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો.વરસાદની અનિયમિતતા ઃ વાવણી કર્યા પછી જુલાઈ મહિનામાં જે વરસાદ પડયો હતો અને એમાં જે તળ ઉંચા આવ્યા હતા, જે પાણી હતું તે જ્યારે ઓગસ્ટ મહિનામાં સંપૂર્ણ વરસાદની ઘટ પડતા થોડુ-ઘણું પાણી હતું એ સિંચાઇમાં વપરાઈ ગયું છે.

શિયાળુ પાક થવો અસંભવ છે. કપાસને ખૂબ પાણી આપવું પડયું છે આમ પાણી પણ વપરાઈ ગયું છે, વજન ઓછું છે સાથે સાથે શિયાળુ પાક થાય એવી કોઈ શક્યતા નથી. જેથી શિયાળુ પાકમાં પણ મોટો ઘટાડો નોંધાશે. બગસરા અને રાજુલા વિસ્તારની વાત કરીએ એટલે સિંચાઇમાં બે તાલુકાઓ થોડા સારા કહી શકાય એટલે એ વિસ્તારમાં શિયાળુ પાક થઈ શકશે.

જોકે ઓછા પાણી છે એ વિસ્તારમાં ચણાના પાકનું વાવેતર વધશે. અમરેલી જિલ્લામાં જીરાનો પાક થતો નથી પણ કોઈ સાહસિક ખેડૂતો જીરાના ગયા વર્ષે ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને કદાચ વાવેતર કરી શકે એ પણ બહુ જ સીમિત વાવેતર હશે. અમરેલી જિલ્લામાં શિયાળામાં ખાસ કરીને બગસરા તાલુકાની વાત કરીએ તો ડુંગળી, લસણ, ઘઉં તેમજ ધારી તાલુકામાં પણ આવા જ પાકોનું મોટાભાગે વાવેતર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.