Western Times News

Gujarati News

AMCના સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં અંદાજીત 80 ટન કચરાનું કલેકશન કરી નિકાલ કરાયો

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડીંગો, શાળા-કોલેજો, આંગણવાડીઓની હાથ ધરવામાં આવેલ સફાઈ ઝુંબેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં ભાગ લીધેલા લોકો દ્વારા કુલ 5844.5 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું

ગુજરાત સરકારનાં ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોનાં સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે 23 થી 29 ઓક્ટોબર, 2023 દરમ્યાન શહેરમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ, યુનીવર્સીટી, બિલ્ડીંગો, શાળા-કોલેજો, આંગણવાડીઓની સફાઈ અન્વયે આજ રોજ 27 મી ઓક્ટોબર 2023 નાં રોજ 7 ઝોનમાં આવેલા નીચે મુજબના વિવિધ લોકેશનોની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.

શહેરના પૂર્વ ઝોનમાં મનમોહન આવાસ, આંગણવાડી, નિકોલ, ફુવારા સર્કલ અંબિકા વિદ્યાલય, વિરાટનગર, સરસપુર હિંદી શાળા 2, ઉત્તમ ડેરી મ્યુ. શાળા, અમરાઈવાડી, જી.આઈ.ડી.સી. સ્કુલ, ઓઢવ રતનપુરા આંગણવાડી, વસ્ત્રાલ, મ્યુનિસિપલ શાળા નંબર 13 અને 14 તેમજ ભાઈપૂરા સહિતના વિસ્તારોમાં 404 કલાકનું શ્રમદાન કરી 4.3 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના પશ્વિમ ઝોનમાં BS સ્કૂલ, GHB, શાળા નંબર 7-8 પાસેની આંગણવાડી, બ્રહ્માણી માતાજી મંદિર, ચાંદખેડા ગામ, કાળીગામ પ્રાથમીક શાળા, સમ્થેશ્વર મહાદેવ, નવરંગપુરા, આંગણવાડી કેન્દ્ર નંબર 6, ખોડિયાર માતાના મંદિર પાસે રામજી મંદિર, શાંતિવન પાસે, પાલડી, મ્યુનિસિપલ શાળા નંબર 1,3,5, વાસણા ધરણીધર જૈન દેરાસર ટેમ્પલ એવન્યુ પાસે, વાસણા જેવા વિસ્તારોમાં 1503 કલાકનું શ્રમદાન કરી 21.2 કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના ઉત્તર ઝોનમાં હાંસોલ ગુજરાતી શાળા નંબર 1 અને 2, સરદારનગર, કુમાર શાળા ભરવાડ વાસ પાસે નરોડા, ગાંધી ફિઝિયો થેરાપી કોલેજ, નરોડા રોડ, સૈજપુર ગુજ.મ્યુ.શાળા નં 4, જી વોર્ડ, કુબેરનગર શાળા ન. 24 ચામુંડા ક્વાટર્સની બાજુમાં ઈન્ડિયા કોલોની, હિન્દી શાળા 1/2 પોલીસ ચોકી પાસે, ઠકકરબાપા નગર, મ્યુ શાળા 4, જનરલ હોસ્પિટલ સામે, બાપુનગર, બાલભવન ઓફિસની સામે આંગણવાડી, સરસપૂર જેવી જગ્યાઓએ 233 કલાકનું શ્રમદાન કરી 1.65 કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના દક્ષિણ ઝોનમાં બહેરામપુરા ગુજરાતી શાળા નં.5 અને 9, શાળા ન. 4 પટેલ મેદાન, એમ.એસ. પબ્લીક શાળા, દાણીલીમડા, મણિનગર કાંકરીયા શાળા નં.1 અને 7, મીનગર ઇન્દ્રપુરી-સંતોષીનગર આગણવાડી, ખોખરા-ખોખરા સર્કલ શાળા પાસે ખારાવાડી, ઈસનપુર-વણકરવાસ આંગણવાડી, ઇસનપુર લાંભા-પીપળજ ગામ આંગણવાડી, પીપળજ મ્યુનિ. શાળા, અસલાલી ચાર રસ્તા, વટવામાં પી.ડી.પંડયા કોલેજ તથા મેઘદુત વિઘામ જેવી જગ્યાઓએ 1148 કલાકનું શ્રમદાન કરી 14.4 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના મધ્ય ઝોનમાં મ્યુ. શાળા ગુજરાતી-18/હિન્દી-9, અસારવા હાજીપુરા ગાર્ડનઆંગણવાડી/માકુભાઈના છાપરા, શાહીબાગ, એચ.બી. કાપડીયા સ્કુલ, શાહપુર ડબગરવાડ મ્યુ. ગુજ્રરાતી-ઉરદૂ શાળા 16, દરીયાપુર સીટી કોલેજ, લાલદરવાજા, જમાલપુર સહિતના વિસ્તારોમાં 279.5 કલાકનું શ્રમદાન કરી 0.72 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના ઉત્તર પશ્વિમ ઝોનમાં બાબાસાહેબ ઓપન યુનિવર્સીટી, ચાંદલોડીયા, નાલંદા સ્કુલ, ઘાટલોડીયા રણછોડપુરા આંગણવાડી, બોડકદેવમાં 1340 કલાકનું શ્રમદાન કરી 17 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરના દક્ષિણ પશ્વિમ ઝોનમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જોધપુર, શારદા શિશુવિહાર, વેજલપુર H.I.J મેદાન, મકતમપૂરા જેવા સ્થળોએ 581 કલાકનું શ્રમદાન કરી 20 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મિશન મોડ પર આજ રોજ નીચે મુજ્બથી જણાવેલ લોકેશનો પરથી લીગસી વેસ્ટ દૂર કરી તે જગ્યાને સ્વચ્છ કરવાની સફાઈ ઝુંબેશ પણ સ્થાનિકો અને નાગરીકો તેમજ સેવાભાવી સંસ્થાઓની મદદ સાથે જરૂરી વાહનો અને મશીનરીનો ઉપયોગ કરી હાથ ધરવામાં આવી હતી જેમાં પૂર્વ ઝોનના બડૌદરા પાટીયા હાથીજણ, રામોલ. પશ્વિમ ઝોનના જોગર્સ પાર્ક કિરણ પાર્ક રોડ, રામેશ્વર મંદિર રોડ, નવા વાડજ (નારણપુરા રેલ્વે પેરેલેલ, લીગસી વેસ્ટ) ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, ઉસ્માનપુરા (સાબરનગરમાં રહેલ લીગસી વેસ્ટ). ઉત્તર પશ્વિમ ઝોનમાં ઓગ્ણજ સર્કલથી લપકામણ ગામ સુધી પારિજાત આવાસની આસપાસનો વિસ્તાર, મેપલ ટી રોડ, થલતેજ. દક્ષિણ પશ્વિમ ઝોનમાં શાંતિપુરા સર્કલના રીંગરોડ, સરખેજ જેવા સ્થળોએ લીગસી વેસ્ટ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આજનાં આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 5844.5 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું અને 79.27 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તે કચરાનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો. .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.