Western Times News

Gujarati News

રેતીની બે ટ્રકોના ચાલક વિરૂધ્ધ પોલીસે તાડપત્રી ઢાંકેલી ન હોવાથી ગુનો દાખલ કરાયો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટ માંથી રેતી ભરીને આવતા વાહનોની સંખ્યા મોટ?ા પ્રમાણમાં રહેલી છે.રેતીનું વહન કરતી ટ્રકો ઉપર વ્યવસ્થિત રીતે તાડપત્રી ઢાંકવાની હોય છે.જેથી દોડતા વાહન માંથી રેતી ઉડે નહિ.

જાે રેતી વાહક ટ્રકો ઉપર વ્યવસ્થિત રીતે તાડપત્રી બાંધેલીના હોયતો દોડતા વાહન માંથી રેતી ઉડતા પાછળ આવતા વાહન ચાલકો અને ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકો માટે તકલીફ ઉભી થાય છે.પાછળ આવતા દ્વિચક્રીય ચાલકોની આંખોમાં રેતી પડતા કોઈવાર અકસ્માત થવાની દહેશત પણ ઉભી થાય છે.

ઝઘડિયા તાલુકાના ભાલોદ તેમજ વેલુગામ પંથક માંથી નર્મદાના પટ માંથી રેતી ભરીને આવતી ટ્રકો પૈકી કેટલીક ટ્રકો ઉપર તાડપત્રી ઢાંકેલી ન હોવાના કારણે નિયમોનો ભંગ થતો હોય છે.દરમ્યાન ઉમલ્લા પોલીસ દ્વારા તા.૨૭ મીના રોજ તાડપત્રી ઢાંક્યા વિના પસાર થતી બે રેતી વાહક ટ્રકોને અટકાવીને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે ગઈકાલે પણ ઉમલ્લા પોલીસ દ્વારા વધુ બે ટ્રકચાલકો દ્વારા તાડપત્રી ઢાંકેલ ન હોવાથી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ઉમલ્લા પીએસઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન પસાર થતી બે રેતીવાહક ટ્રકો પર તાડપત્રી બાંધેલ ન હોવાનું જણાતા તેમને અટકાવી હતી

અને પાછળ આવતા અન્ય વાહન ચાલકોને ઉડતી રેતીથી તકલીફ થાય તેમજ અકસ્માત પણ થઇ શકે તેવી સંભાવના હોઈ પોલીસે આ બે ટ્રકોના ચાલકો કમલેશ મણીલાલ વસાવા રહે.સારસા તા.ઝઘડિયાના તેમજ ક્રુષ્ના વસંત પવાર હાલ રહે.સુરત અને મુળ રહે.મહારાષ્ટ્રના વિરૂધ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીના તહેવારો નજીકમાં હોઈ બજારોમાં ગ્રામ્ય જનતા વિવિધ ખરીદી માટે મોટી સંખ્યામાં આવતી હોય છે. ત્યારે તાડપત્રી બાંધ્યા વિનાના રેતી વાહક વાહનો પર પોલીસે લાલ આંખ કરતા નિયમ ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.