Western Times News

Gujarati News

લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીઓને છેક મુંબઈ જઈ દાહોદ પોલીસે ઝડપ્યા

(તસ્વીરઃ મઝહર મકરાણી, દાહોદ)

(પ્રતિનિધિ) દાહોદ, દાહોદના દેસાઈવાડમાં એક ફ્લેટમાં દાહોદના વેપારી મિલાપભાઈ શાહે શરીરે પહેરેલ સોનાના દાગીના લૂંટવા માટે ૩૦ થી ૩૫ મિનિટ સુધી ખેલાયેલા ખૂની ખેલ ના આરોપીઓને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પકડી પાડી અત્રેની કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરતા તેઓએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યાની કબુલાત કરતા પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

દાહોદ શહેરમાં ગત ૨૬મીની રાતે દાહોદના વેપારી મિલનભાઈ શાહની હત્યા થયેલ અને તેની ડેડબોડી તેની માસીના બંધ ફ્લેટમાંથી મળી આવી હતી. આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસની બાગડોર સંભાળી હતી. અને તે ટીમોનું સંપૂર્ણ સુપરવિઝન લીમખેડા ડિવિઝનના એએસપી વિશાખા જૈને કર્યું હતું.

અને આ ગુનામાં ૨૪ કલાકની અંદર જ ચારે ચાર શકમંદોને પકડી પાડવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી હતી. આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને મુંબઈના અલગ અલગ વિસ્તારો અને રૂરલ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. તે પૈકી મુખ્ય આરોપી સુરજ પહાડી ઉર્ફે સુરજ રમેશસિંહ દાનસિંહ કેશીએ ગુનાની કબુલાત કરી હતી.

સમગ્ર બનાવનો ઘટનાક્રમ એ પ્રકારનો છે કે તારીખ ૨૧ કે ૨૨ ઓક્ટોબર ના રોજ એક બર્થડે પાર્ટી દરમિયાન આરોપી સુરજ પહાડી દાહોદની એક હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો ત્યારે તે ભોગ બનનાર મિલાપભાઈ શાહના સંપર્કમાં આવ્યો હતો અને તે બે વચ્ચે મિત્રતાની સાથે સાથે ફોન સંપર્ક પણ બંધાયો હતો. આ અગાઉ પણ તેઓ એક દિવસ તેમના ફ્લેટ પર ગયા હતા. અને તે દિવસે તેઓ દાહોદ છોડીને તમામ શકમંદો જઈ રહ્યા હતા.

તે વખતે આરોપી સુરજ પહાડીની ભોગ બનનાર મિલાપભાઈ શાહ સાથે ફોનથી વાતચીત પણ થઈ હતી. તે વખતે આરોપી સુરજ પહાડીએ નક્કી કર્યું હતું કે આને લૂંટી લઈશ અને વિરોધ કરશે તો હું તેને મારી નાખીશ. આ રીતનો પ્લાન બનાવ્યા બાદ આ ગુનાને અંજામ આપવા માટે સુરજ પહાડી રણજીત રવિન્દ્રનાથ પોલ તથા મદન થાપા વગેરે દાહોદના ડબગરવાડાની એક દુકાનમાંથી મટન કાપવામાં વાપરવામાં આવે છે તેવો મોટો છરો ખરીદ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.