Western Times News

Gujarati News

ભારતીય રેલનો ભવ્ય વારસો, ઈતિહાસ  ‘સ્ટેશન મહોત્સવ’માં જોવા મળશે

ગાંધીધામ અને હિંમતનગર સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ નો શુભારંભ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ અને હિંમતનગર રેલવે સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય રેલનો ભવ્ય વારસો, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર રેલવેના ઈતિહાસનું ફોટો પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.

વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેશન પર પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં તેમને રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ હતી.રેલવેના ગૌરવશાળી અતીતથી ગતિશીલ વર્તમાન સુધીની સફર પર બનેલી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.તમામ કાર્યક્રમોની  રેલ્વે મુસાફરો અને પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને લોક કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન આ બંને રેલવે સ્ટેશનોને રંગબેરંગી રોશનીથી પણ શણગારવામાં આવ્યા છે.માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ અને માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર સ્ટેશન ખાતે ‘સ્ટેશન મહોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરી હતી.

આ દરમિયાન હિંમતનગર અને ગાંધીધામ સ્ટેશન પર  તમામ મુસાફરો અને સામાન્ય જનતા માટે ખાણી-પીણી, હસ્તકલા, પેન્ટીંગ, પક્ષીઘર, હસ્તશિલ્પ વગેરેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.આ મહોત્સવ દરમિયાન શાળાના બાળકો અને અન્ય મહાનુભાવોને સ્વચ્છતા અંગે ગાઈડ કરવામાં આવ્યા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને નિરુત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  મહોત્સવ  માં દરેકનો હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે.

આ પ્રસંગે મહાનુભાવ અતિથિઓ ની સાથે ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ, રેલવે પેન્શનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.