Western Times News

Gujarati News

હિંમતનગર ખાતે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું આયોજન

અરવલ્લી મહિલા સંમેલન સમિતિ દ્વારા હિંમતનગર ખાતે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને ગણપતિ વંદના સાથે કરવામાં આવ્યો.

કાર્યક્રમના ડૉ. યજ્ઞાબેન જોશી (ક્ષેત્રીય સંયોજિકા, દુર્ગા વાહિની) નું માર્ગદર્શન પ્રાપ્ત થયું. તેમણે પોતાના ઉદબોધનમાં ભારતીય ચિંતન વિષે માહિતી આપી. તેમણે કહ્યું કે સમાજ એ ધર્મ પ્રધાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ભારતીય ચિંતન કહી શકાય. ચાંદને મામા, સૂરજને દાદા, ગાયને માતા અને ભારતને માતા છે એ ભારતીયો જ કહી શકે છે.

ભારતીય ચિંતન વિષય તેમણે કહ્યું કે ચિંતન આધારિત દર્શન, દર્શન આધારિત મૂલ્યો એટલે ત્યાગ અને સમર્પણ, દીકરી,માં,પત્ની વગેરે સ્વરૂપ ભારતીય ચિંતન પ્રમાણે પૂજનીય છે. કોઈપણ બાળકના સંસ્કારોનું ચિંતન માતા જ કરી શકે છે. ભારતીય દર્શન સંયુક્ત કુટુંબ પદ્ધતિની વિચારધાર સૂચવે છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રવિણાબેન મહેતા (સહ મંત્રી અંધજન મંડળી, ઇડર), કાશ્મીરબેન ભટ્ટ (સંયોજિકા, HSSF નારી આયામ), અવનીબેન આલ (પૂર્વ પ્રાંત સહસંયોજિકા, દુર્ગા વાહિની) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અનંતરાવજી દેશપાંડે (ક્ષેત્ર પ્રચારકજી), પ્રકાશભાઇ પરમાર (ગાંધીનગર વિભાગ સંઘ ચાલકજી), રમિલાબેન બારા (સાંસદ, રાજ્યસભા), વિરેન્દ્રસિંહ જાલા (MLA), કનુભાઈ પટેલ (બીજેપી પ્રમુખ), વિજય પંડયા (જિલ્લા મહામંત્રી) સહીત મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.