Western Times News

Gujarati News

પ્રેમના ભાવને અપનાવવાથી જ સમગ્ર સંસારમાં શાંતિ સ્થાપિત થશે: સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ

શાંતિના સંદેશ સાથે ૭૬મો નિરંકારી સંત સમાગમ સફળતાપૂર્વક સંપન્ન

૭૬મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના અંતિમ દિવસે સમાપન સત્રમાં ઉપસ્થિત વિશાળ માનવ પરીવારને સંબોધિત કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે તમામ મનુષ્યોમાં આ પ્રભુ પરમાત્માનું રૂપ જોઇને તમામની સાથે પ્રેમના ભાવને અપનાવવાથી જ સમગ્ર સંસારમાં શાંતિ સ્થાપિત થશે.

હરીયાણાના મહામહીમ રાજ્યપાલ શ્રી બંડારૂં દત્તાત્રેયે નિરંકારી સંત સમાગમમાં પધારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.આ અવસર પર તેમને પોતાના ભાવોને અભિવ્યક્ત કરતાં તમામ નિરંકારી ભક્તોને સમાગમની શુભકામના આપી હતી. સાથે સાથે સંત નિરંકારી મિશન દ્વારા સમય સમય ઉપર કરવામાં આવી રહેલ જનકલ્યાણના કાર્યોની ભરપૂર પ્રસંશા કરી હતી.

નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરીયાણા) માં છેલ્લા ત્રણ દિવસથી હર્ષોલ્લાસ તથા આનંદમય વાતાવરણમાં આયોજીત આ દિવ્ય નિરંકારી સંત સમાગમનું આજે સફળતાપૂર્વક સમાપન થયું હતું.

સદગુરૂ માતાજીએ આગળ ફરમાવ્યું હતું કે સંસારમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિકરૂપમાં જે બહુમુખી વિભિન્નતા જોવા મળે છે તે તેની સુંદરતાનું પ્રતિક છે.આ તમામ રચનાના રચિયતા એક જ નિરાકાર પ્રભુ પરમાત્મા છે અને તેમની ધરી(અક્સ),તેમનું નૂર જ દરેકની અંદર સમાયેલું છે.તમામની અંદર સમાયેલ આ પરમતત્વનું જ્યારે અમોને દર્શન થાય છે ત્યારે સહજરૂપમાં એકતાના સૂત્રને અપનાવીને અમારો દ્રષ્ટિકોણ વધુ વિશાળ બની જાય છે,પછી અમે સંસ્કૃતિ,ખાન-પાન કે અન્ય વિભિન્નતાઓના લીધે બનેલ ઉંચ-નીચના ભાવોથી ઉપર ઉઠીને તમામની અંદર આ નિરાકાર પ્રભુ-પરમાત્માનું નૂર જોઇને તમામની સાથે પ્રેમ કરવા લાગીએ છીએ.

સદગુરૂ માતાજીએ નિરંકારી ભક્તોને આહ્વાન કરતાં કહ્યું કે આ સંત સમાગમમાં આપને જે શાંતિ અને અલૌકિક આનંદની પ્રાપ્તિ થઇ છે તેને વળગી રહીને પોતાના જીવનમાં કર્મરૂપમાં ધારણ કરીને આ સંદેશ દરેક માનવ સુધી પહોંચાડવાનો છે.

નિરંકારી સંત સમાગમના સમાપન સત્રમાં સમાગમ સમિતિના સમન્વયક પૂજ્ય શ્રી જોગિંદર સુખિજાજીએ સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીનો હ્રદયથી ધન્યવાદ કર્યો હતો કારણ કે તેમની દિવ્ય આશિષોથી જ આ પાવન સંત સમાગમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે.સાથે સાથે તેમને વિભિન્ન સરકારી વિભાગોનો તેમના બહુમૂલ્ય સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સંત સમાગમના અંતિમ સત્રમાં “સુકૂન-અંતર્મનકા” આ વિષય ઉપર આયોજીત બહુભાષી કવિ સમ્મેલન તમામ શ્રદ્ધાળુઓના માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.આ કવિ દરબારમાં દેશ-વિદેશથી આવેલ લગભગ પચ્ચીસ કવિઓએ પોતાના સુંદર ભાવોને હિન્દી,પંજાબી,ઉર્દૂ,નેપાળી,મરાઠી તથા અંગ્રેજી ભાષાઓમાં પોત-પોતાની કવિતાઓના માધ્યમથી પ્રસ્તુત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આ વર્ષે સંત સમાગમના પ્રથમ દિવસે બાલ કવિ દરબાર તથા બીજા દિવસે મહિલા કવિ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો તમામ ભક્તોએ ભરપૂર આનંદ પ્રાપ્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.