Western Times News

Gujarati News

કેનેડામાં ગુજરાતી માલિકે ગુજરાતી કર્મીને પગાર ના આપ્યો

અમદાવાદ, કેનેડામાં ગયેલા વિદ્યાર્થીઓને કડવા અનુભવો થઈ રહ્યા છે, આ પાછળનું કારણ હવે ત્યાં ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેનેડામાં નોકરી શોધવા ગયેલા યુવાનોને ત્યાં રૂપિયાવાળા બની ગયેલા અને બિઝનેસ કરી રહેલા ગુજરાતીઓનો જ કડવો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતીઓના ત્યાં જલદી નોકરી મળશે અને તેઓ આપણી પરિસ્થિતિને સમજી શકશે તેમ માનીને જતા હોય છે પરંતુ ઘણાં એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પોતાના અનુભવ વર્ણવ્યા છે અને તેમને ગુજરાતી માલિકોનો કડવો અનુભવ થયો હોવાનું જણાવી રહ્યા છે.

જાેકે, કેનેડા સિટિઝન બની ગયેલા એક ગુજરાતીએ વાત કરીને જણાવ્યું કે તેઓ એક બે ગુજરાતી માલિકો સાથે કામ કરવાના કડવા અનુભવ થયા બાદ તેમના ત્યાં નોકરીની ઓફર હોય તો પણ જવાનું ટાળે છે. ધીમે-ધીમે ગુજરાતી વિદ્યાર્થીઓ ભેગા થાય ત્યારે તેમને એક બીજાના અનુભવ પરથી ગુજરાતી માલિકોના ત્યાં કામ કરવાના અનુભવ વિશે જાણવા મળે છે, જાેકે, બધા કિસ્સામાં આવું નહીં થતું હોય તેવું માની લઈએ. એક ગુજરાતી યુવકે કે જે કેનેડામાં સેટ છે તેણે પોતાના જૂના માલિકની વાત કહી પરંતુ તેમણે પોતાનું નામ ન જાહેર કરવાના શરતે આ માહિતી આપી છે.

કેનેડામાં ફૂડ ચેઈન અને કોફી શોપની ચેઈન ચાલતી હોય છે, ગુજરાતીઓ વેપાર કરવામાં માહેર મનાય છે અને તેઓ અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા ગમે ત્યાં જાય, પણ પરદેશમાં સારી રીતે વેપાર કઈ રીતે કરવો તે શીખી લેતા હોય છે. આજે રીતે કેનેડામાં પણ ગુજરાતીઓ ઘર ભાડે આપવા, ફૂડ ચેઈનનો એક સ્ટોર ખોલવો, ગ્રોસરી સ્ટોર ખોલવો વગેરે પ્રકારના ધંધા સાથે સંકળાયેલા છે.

ઑન્ટારિયો પ્રોવિન્સના દક્ષિણમાં અમેરિકાની એકદમ નજીકમાં આવેલા લંડન શહેરમાં આજથી લગભગ ૫ વર્ષ પહેલા પહોંચેલા ગુજરાતી યુવક રિતેષ (નામ બદલ્યું છે)એ પોતાના ભૂતકાળના અનુભવ વિશે માંડીને વાત કરી છે. આ રિતેષ જણાવે છે કે પોતાને કેનેડાના વિઝા મળ્યા, ત્યાનું હવામાન, ત્યાની સંસ્કૃતિ, ત્યાના લોકો વિશે જાણવાની ભારે આતુરતા હતી અને તેને કેનેડા પહોંચીને ગુજરાતી માલિક મળ્યાનો જે હાશકારો થયો હતો તેના એક જ અઠવાડિયામાં માલિકની વાતો સાંભળીને આંચકો લાગ્યો હતો.

લંડનમાં સબ-વે નામની રેસ્ટોરન્ટના ઓનર આ રીતે ગુજરાતી વિદ્યાર્થીઓનો ખોટો લાભ ઉઠાવી રહ્યા હોવાનું પણ યુવકે જણાવ્યું છે. હવે રિતેષના અનુભવની વાત કરીએ તો રિતેષને કેનેડા પહોંચીને ગુજરાતી માલિમ મળ્યા તો મનમાં ઘણી ખુશી હતી, તેને એવું હતું કે અહીં કામ કરવાથી રૂપિયા તો મળશે સાથે કેનેડાને ઝડપથી સમજવાનો મોકો પણ મળશે. જ્યારે વાત પૈસાની આવી તો ગુજરાતી માલિકે રિતેષને કહ્યું કે ભ’ઈ તારી પાસે અહીં કામ કરવાનો અનુભવ નથી અને આ માટે તમારે પહેલા ટ્રેનિંગ લેવી જરુરી છે, હું તને ટ્રેનિંગ આપીશ અને જે તને અહીં ઉપયોગી થશે.

રિતેષે જાણે પોતાની કોઈ વ્યક્તિ સલાહ આપતી હોય તેમ બધુ વાતો માની લીધી હતી. જ્યારે વાત પગારની આવી ત્યારે ગુજરાતી માલિકે રિતેષને ટ્રેનિંગ બાદ રૂપિયા આપવાની વાત કરી, જાેકે, અહીં લાંબો સમય થયા પછી પણ તેનો ટ્રેનિંગ પિરિયડ પૂરો નહોતો થઈ રહ્યો ત્યાં તો એક નવી વ્યક્તિ અહીં નોકરી માટે પહોંચી, જે પણ ગુજરાતી જ હતી. બન્ને મળ્યા ત્યારે ટ્રેની તરીકે કામ કરતા રિતેષે બીજા વિદ્યાર્થીને પૂછ્યું કે શું તને અહીં નોકરી મળી ગઈ? તો વિદ્યાર્થીએ કહ્યું ના મને તો અહીં શરુઆતમાં ટ્રેનિંગની વાત કરવામાં આવી છે.

આ સાંભળીને રિતેષને આંચકો લાગ્યો કે અહીં કોઈ કર્મચારી છે કે ટ્રેની પર જ રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે? નવા આવેલા વિદ્યાર્થીએ રિતેષ પાસેથી કેનેડા વિશે અને હાલની નોકરી વિશે વાત કરી ત્યારે ભાંડો ફૂટ્યો આ પછી રિતેષને પણ સમજાઈ ગયું કે આ ટ્રેનિંગની વાતો કરીને તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તેણે નોકરી બદલવાના પ્રયાસ કર્યા તેણે બીજે કામ કરીને ડૉલર કમાવવાનું શરુ કર્યું.

આ પછી તેને અન્ય ગુજરાતી માલિકનો સંપર્ક થયો ત્યારે તેણે વિચાર્યું કે બધા એક સરખા ન હોય પણ અહીં પણ તેને પહેલા જેવો જ અનુભવ થયો અને મોટી-મોટી વાતો થઈ પરંતુ જ્યારે પગારની વાત આવે ત્યારે માલિક વાત પલટી નાખતા હતા. આ પછી રિતેષે નક્કી કર્યું કે હવે તે કોઈ ગુજરાતી માલિક હોય તેમના ત્યાં કામ નહીં કરે કારણ કે તેને શરુઆતમાં જે કડવા અનુભવો થયા તેમાં રૂપિયા તો મળતા નહોતા આ સિવાય તેને માલિક જેમ ફાવે તેમ બોલે તે બધું સાંભળી લેવું પડતું હતું. રિતેષને બે કડવા અનુભવ થયા બાદ તેણે શહેર જ બદલી નાખ્યું હતું,

ટોરેન્ટો ગયો અને ત્યાં તેને ઝડપથી સારી નોકરી મળી ગઈ અને ડૉલર પણ આવવાના શરુ થઈ ગયા હતા. રિતેષ કહે છે કે ટ્રેનિંગની વાત બરાબર હતી પરંતુ તેનો એક નિશ્ચિત સમય હોવો જાેઈએ આ રીતે આપણા લોકો જ આપણી સાથે આવું કરશે તો કેમનું ચાલશે? રિતેષે કહ્યું કે હવે મારી સાથે જે થવાનું હતું તે થઈ ગયું પરંતુ જે ભવિષ્યમાં ગુજરાતથી કેનેડા આવવા માગે છે તેમણે આ વાત ધ્યાનમાં રાખવી જાેઈએ અથવા પગારની બાબતે એકદમ સ્પષ્ટ વાત કરી લેવી જાેઈએ.

કારણ કે મને ગુજરાતી માલિકે તું નવો છે, તારે શીખવું પડશે, તને હું ગાઈડ કરીશ જેવી વાતો કરી હતી તેના કારણે હું પગાર વિશેની વાત જ નહોતો કરી શક્યો અને લાંબો સમય સુધી મે ટ્રેનિંગ જ લીધી અને પગારના નામે મીંડું હતું. નમસ્તે, આશા રાખીએ કે તમને આ પ્રકારની વિગતો મદદરૂપ થશે, જાે તમારી વિદેશ જવાની ઈચ્છા હોય અને મનમાં તેને લઈને કોઈ સવાલ હોય તો તમે નીચે દર્શાવેલા e-mail ID પર મોકલી શકો છો. આ સિવાય તમે હાલ દુનિયાના કોઈ દેશમાં વસવાટ કરી રહ્યા હોવ અને તમારે કોઈ માહિતી અમારા સુધી પહોંચાડવી હોય તો પણ તમે જણાવી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.