Western Times News

Gujarati News

સરદાર પટેલની જન્મ જયંતીની સ૨દા૨ પટેલ ટ્રસ્ટ, કરમસદ દ્વારા ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) આણંદ, સરદાર પટેલ ટ્રસ્ટ, કરમસદ અને સરદાર પટેલ યુનીવર્સિટી, વલ્લભવિદ્યાનગર સંચાલિત સરદાર પટેલ અધ્યયન એકમ-પ્રકપ ચેર ના સંયુકત ઉપક્રમે તારીખ ૩૧મી ઓકટોબર ૨૦૨૩ને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર વિઠ્ઠલભાઇ પટેલ મેમોરીયલ, આણંદ-સોજીત્રા રોડ, શ્રી કૃષ્ણ હોસ્પિટલની પાસે, કરમસદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મ જયંતીની ઉજવણી કરવામા આવી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સરદાર પટેલના કુટુંબીજન ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શ્રી હસમુખભાઇ પટેલ, માનદ મંત્રી, સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામા આવ્યુ હતુ.

મુખ્ય વકતા શ્રી જશવંત રાવલ (વરિષ્ઠ પત્રકાર) એ “સરદાર સ્મરણ” શીર્ષક હેઠળ સરદાર પટેલની જીવનની ઝાંખી કરાવી હતી અને સરદાર પટેલમાંથી પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી પોતાના વકતવ્યથી સૌને પ્રભાવિત કર્યા હતા.

આ પ્રસંગે શ્રી હસમુખભાઇ પટેલ, માનદ મંત્રી દ્વારા મુખ્ય વક્તા શ્રી જશવંત રાવલ (વરિષ્ઠ પત્રકાર) નુ પુષ્પ-ગુચ્છ અને મોમેન્ટો આપી બહુમાન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ડૉ. નિરંજનભાઇ પટેલ, વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ડો. હસિત મહેતા, અધ્યક્ષ, સરદાર પટેલ- અધ્યયન એકમ પ્રકપ ચેર નુ પુષ્પ- ગુચ્છ અને મોમેન્ટો આપી બહુમાન કરવામા આવ્યુ હતુ.

ડૉ. નિરંજનભાઇ પટેલ, વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનીવર્સિટી, દ્વારા કાર્યક્રમના અંતે પોતાનો પ્રતિભાવ આપી અને આજનો કાર્યક્રમ યાદગાર બની ૨હેશે તથા સરદાર પટેલ યુનિવર્સિટી સાથે આવા અનેક કાર્યક્રમો ભવિષ્યમાં થાય તેવા પ્રતિભાવો આપ્યા હતા. ડૉ. ભાઇલાલભાઇ પટેલ, રજીસ્ટ્રાર, સરદાર પટેલ યુનીવર્સિટી એ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.