Western Times News

Gujarati News

અનોખી લાઇબ્રેરી, જ્યાં પુસ્તકના બદલે મળશે સાડીઓ

રાજકોટ, આપણે અત્યાર સુધી પુસ્તકોની લાયબ્રેરી વિશે સાંભળ્યું હોય પણ શું તમે ક્યારેય સાડીની લાયબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું છે ? શુભ પ્રસંગે મહિલાઓ હજારો રૂપિયા ખર્ચીને સાડી પહેરતી હોય છે પણ હવે હજારો રૂપિયાની સાડી તમને પ્રસંગમાં પહેરવા ફ્રીમાં મળે તો કેવું રહે? આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ આ હકીકત છે.

રાજકોટમાં એક સાડીની લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જ્યાંથી તમે સાડી મફતમાં પહેરવા માટે લઈ જઈ શકો છો. રાજકોટમાં યુવા સેના ટ્રસ્ટ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આજના આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પણ સારી સાડી પહેરી શકે અને ખરીદવાનો ખર્ચ પણ ન થાય તેવા વિચાર સાથે સાડી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.

જેથી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ પણ પોતાની ચોઈસ મુજબની સાડી પહેરી શકે. રાજકોટ સિવાય અન્ય શહેરોમાંથી ૧૦૦ જેટલા દાતાઓએ અહીંયા સાડીનું દાન કર્યું છે અને હાલ આ સાડી લાયબ્રેરીમાં ૨૫૦થી પણ વધુ સાડી એકત્ર કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા મહિલાઓ તેનો લાભ લઈ રહી છે. અહીંયા તમને અલગ અલગ વેરાયટીની સાડીઓ મળી જશે.

તમે તમારા પ્રસંગોને અનુરૂપ સાડીનું સિલેક્શન અહીંયાથી કરી શકો છો. જેમ ,કે તમારે લગ્ન પ્રસંગમાં કોઈ સાડી પહેરવી હોય કે, કોઈ ધાર્મિક કાર્યમાં સાડી પહેરવી હોય તો તમને અહીંયાથી મફતમાં સાડી પહેરવા માટે મળી જશે.

રાજકોટમાં સાડીની લાયબ્રેરી શરૂ થતાં મહિલાઓમાં ખુશી જાેવા મળી રહી છે. હવે તમને વિચાર આવશે કે, આ સાડી કેવી રીતે લેવી ? તો આ સાડી માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારું નામ સરનામું જેવી વિગતો તેમજ ફોટો આપવાનો હોય છે. ત્યારબાદ તમે એકદમ ફ્રીમાં આ સાડી લઈ જઈ શકો છો. આ સેવા સાંજે ૫થી ૭ વાગ્યા સુધી શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ભોલેનાથ સોસાયટી, રાજકોટ સેવા ભવન ખાતે શરૂ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.