Western Times News

Gujarati News

ભારતમાં 2005 બાદ ૪૧.પ કરોડ લોકો ગરીબીમાંથી બહારઃ યુનો

પ્રતિકાત્મક

યુએનડીપીના રીપોર્ટમાં આવકની અસમાનતા અંગે ચિંતાજનક બાબતનો પણ સમાવેશ

નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્રમાંથી ભારત માટે સારા અહેવાલ સામે આવ્યા છે. ભારતમાં છેલ્લા અમુક વર્ષમાં ગરીબી રેકોર્ડ સ્તરે ઘટી છે. ૪૧.પ૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જાે કે ભારતમાં સંપત્તિના મામલો મોટી અસમાનતા જાેવા મળી રહી છે.

રીપોર્ટ મુજબ ૧૦ ટકા સૌથી અમીર લોકો પાસે દેશની અડધાથી વધારે સંપતિ છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપીએ પોતાના રિપોર્ટમાં કહયું છે કે ભારત ઉત્ત આવક અને ધનની અસમાનતા ધરાવતા ટોપ દેશોમાં સામેલ છે. રીપોર્ટ અનુસાર ર૦૦પ બાદ ભારત લગભગ ૪૧.પ લોકોોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહયું છે.

રીપોર્ટ અનુસાર ૧૮.પ૦ કરોડ લોકો ગરીબીમાં રહેવા માટે મજબુર છે. જેની આવક ૧૮૦ રૂપિયાથી ઓછી છે. યુએનડીપીએ કહયું છે કે ર૦૧પ-૧૬ અને ર૦૧૯-ર૧ વચ્ચે ગરીબીમાં રહેતી આબાદીનો હિસ્સો રપ ટકાથી ઘટીને ૧પ ટકા રહયો છે. ભારતમાં ર૦૦૦ અને ર૦રર વચ્ચે પ્રત્યેક વ્યકિતની આવક ૪૪ર અમેરીકી ડોલરથી વધીને ર૩૮૯ અમેરીકી ડોલર થઈ છે. જયારે ર૦૦૪ અને ર૦૧૯ વચ્ચે ગરીબી દર ૪૦ ટકાથી ઘટીને ૧૦ ટકા રહયો હતો.

રીર્પોટ અનુસાર ર૦૦પ સૌથી વધારે આવકની અસમાનતાના ધરાવતા દેશ માલદીવ, ભારત થાઈલેન્ડ અને ઈરાન છે. ભારત ઉપરાંત અને ઈરાન છે. ભારત ઉપરાંત શીર્ષ ૧૦ ટકા સંપીત્તની હિસ્સેદારીના આધારે સૌથી વધારે સંપત્તિની અસમાનતા ધરાવતા દેશોમાં થાઈલેન્ડ ચીન, મ્યાંમાર અને શ્રીલંકા સામેલ છે. ર૦ર૪માં રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. કે દશકોથી ભારતમાં વધી રહેલી અસમાનતા વચ્ચે પણ જીવન સ્તરમાં સુધારો આવ્યો છે. અને ગરીબી ઘણી ઘટી છે. ર૦૦પ, ર૦૦૬,ર૦૧૯, અને ર૦ર૦ વચ્ચે ગરીબી સુચકાંકમાંચ ૩૯ ટકા અંકની કમી આવી છે. આ સફળતા છતાં પણ ગરીબી એવો રાજયોમાં કેન્દ્રીત છે. જયાં દેશની ૪પ ટકા આબાદી વસે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.