Western Times News

Gujarati News

એમેઝોને વિદ્યાર્થિનીની કુશળતાને પ્રમોટ કરવા માટે AICTE સાથે સમજૂતી કરી

એમેઝોન ઈન્ડિયા દ્વારા દેશભરમાં તેની પહેલ એમેઝોન (ડબલ્યુ ઓ ડબલ્યુ)(વુમન ઓફ ધ વર્લ્ડ) વિસ્તારવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) સાથે સમજૂતી કરાર (MoU) પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.  Amazon India-AICTE આ નાવીન્યપૂર્ણ કાર્યક્રમ ટેકનોલોજી ઉદ્યોગમાં પ્રવેશવા મહત્ત્વપૂર્ણ કુશળતા સાથે ભારતભરમાં એન્જિનિયરિંગ કોલેજોમાં નોંધણી કરવા માટે વિદ્યાર્થિનીઓને સશક્ત અને સુસજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ભાગીદારી કરાર પર એમેઝોનના સ્ટુડન્ટ પ્રોગ્રામ્સના ડાયરેક્ટર સુમન યાદવ અને એઆઈસીટીઈ વતી ભારત સરકારની એઆઈસીટીઈના ચેરમેન પ્રો. ટી. જી. સીથારામન દ્વારા સહીસિક્કા કરવામાં આવ્યા હતા.

એઆઈસીટીઈના ચેરમેન પ્રો. ટી. જી. સીથારામે જોડાણ વિશે પોતાનો જોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ભારતમાં ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ પ્રદાન કરવા ઊંડાણથી કટિબદ્ધતા તરીકે દેશમાં મહિલા સશક્તિકરણને ટેકો આપવા તેની ઉદ્યોગની નિપુણતા અને ટેક્નિકલ શક્તિઓનો એમેઝોન ઈન્ડિયા લાભ લઈ રહી છે તે જોઈને ખુશી થાય છે. એમેઝોન (ડબલ્યુ ઓ ડબલ્યુ)ભારતભરમાં એન્જિનિયરિંગ કોલેજોમાં મહિલાઓ માટે મૂલ્યવાન કાર્યક્રમ છે. આ પહેલ કોડિંગ જેવી મહત્ત્વપૂર્ણ કુશળતાઓ આપવા સાથે ઉદ્યોગને સન્મુખતા અને સોફ્ટ સ્કિલ વિકાસ માટે મૂલ્યવાન તકો માટે દ્વાર પણ ખોલે છે. આ ખરેખર વધુ સમાવેશક અને ગતિશીલ ટેક ક્ષિતિજના અમારા લક્ષ્યમાં પ્રગતિનો જોશ દર્શાવે છે.”

2021માં આરંભથી એમેઝોન (ડબલ્યુ ઓ ડબલ્યુ)કાર્યક્રમની સફળતાને આલેખિત કરતાં એમેઝોનના સ્ટુડન્ટ પ્રોગ્રામ્સના ડાયરેક્ટર સુમન યાદવે જણાવ્યું હતું કે, ‘’આજે આપણા દેશની પ્રતિભા ક્ષિતિજમાં અંતર છે, જ્યાં કારકિર્દી માટે વિદ્યાર્થિનીઓ યોગ્ય મેન્ટરિંગ અને કુશળતાનો અભાવ ધરાવે છે તે અમે ઓળખ્યું છે. એમેઝોન (ડબલ્યુ ઓ ડબલ્યુ)વિદ્યાર્થિનીઓને માહિતગાર કારકિર્દીની પસંદગી કરવા મેન્ટરિંગ અને શીખવાની તકો સહિત માળખાબદ્ધ પંથ પૂરો પાડીને આ અંતર દૂર કરશે. એઆઈસીટીઈ સાથે અમારી ભાગીદારી  ટેક કારકિર્દી પરિપૂર્ણ કરવા માટે વિદ્યાર્થિનીઓને જ્ઞાન અભિમુખ અને સશક્ત બનાવવા માટે અમારા પ્રયાસોને વધુ ટેકો આપશે.’’

એમેઝોન ઈન્ડિયા ખાતે પબ્લિક પોલિસીના વાઈસ પ્રેસિડેન્ટ ચેતન કૃષ્ણાસ્વામીએ જણાવ્યું હતું કે,”(ડબલ્યુ ઓ ડબલ્યુ)કાર્યક્રમ માટે એમેઝોન અને એઆઈસીટીઈ વચ્ચે આ જોડાણથી મને બેહદ ખુશી છે. એઆઈસીટીઈ સર્વ ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓ માટે છત્રની સંસ્થા છે, જે એમેઝોન ઈન્ડિયાને દેશના સર્વ ખૂણામાં ટેકમાં ભાવિ મહિલા આગેવાનોને સંવેદનશીલ બનાવી શકશે અને કુશળતા વધારી શકશે. અમને આશા છે કે આ પહેલ થકી મહિલાઓ એવી કુશળતા પ્રાપ્ત કરશે, જે તેમને નોકરીની તકો મેળવવામાં મદદરૂપ થવા સાથે ભવિષ્યમાં એકબીજાને ટેકો આપવાનું ચાલુ રાખી શકતા સમુદાય તરીકે તેઓ એકત્ર પણ આવી શકશે.”

એમેઝોન (ડબલ્યુ ઓ ડબલ્યુ)પહેલ વિદ્યાર્થિનીઓને એમેઝોન સમુદાય સાથે આસાનીથી જોડાવા, વ્યાપક કુશળતા વિકાસ સત્રોમાં સહભાગી થવા અને સંસાધનોની સંપત્તિને પહોંચ આપવા માટે ગતિશીલ મંચ પૂરું પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.