Western Times News

Gujarati News

દ્વારકાનો ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયારઃ વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકાશે

ડિસેમ્બરના અંત સુધીમાં ૪ ડ્રીમ પ્રોજેક્ટ ખુલ્લા મૂકાશે

અમદાવાદ, ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા ૪ ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ૪ મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે. Dwarka’s Okha Bet Dwarka Signature Bridge almost ready: Bet Dwarka can be reached by vehicles

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જાેકે હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે.

સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ મેગા સિટી અમદાવાદમાં ૩૫૦ કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી બીઆરટીએસ, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે ૧૨૦૦ વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે.

રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતાના આરે આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે, આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.

સુરત ડાયમંડ બુર્સમાં વ્યવસાયિક કામકાજના શ્રીગણેશ કરાયા
સુરત ડાયમંડ બુર્સ માં આજથી અનેક ઓફિસોની થઈ શરૂઆત થઇ છે. મુંબઈના અનેક વેપારીઓ અને કંપનીઓ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી છે.
આજથી વિધિવત રીતે સુરત ડાયમંડ બુસમાં અનેક વેપારીઓ શિફ્ટ થયા છે. આગામી દિવસોમાં કાર્યરત ઓફિસોની સંખ્યામાં વધારો થશે. અમુક ઓફિસોમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી આવનારા ૧૫ થી ૨૦ દિવસમાં શિફ્ટિંગ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની અંદરનો નજારો પણ તેની વ્યાખા જેવો ભવ્ય છે. આ ઈમારત બહારથી એટલી જ સુંદર છે જેટલી અંદરથી છે. આ વિશાળ આ ઈમારત કુલ ૬૭ લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે. તેના નિર્માણથી તે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.