Western Times News

Gujarati News

એક ગીતના શુટમાં અભિનેતા અક્ષય કુમાર સાથે બેકાબૂ થઇ ગઇ હતી રેખા !!

લોકોને પસંદ આવી હતી રેખા અને અક્ષયની કેમેસ્ટ્રી

ખિલાડિયોં કે ખિલાડીમાં અક્ષય કુમાર અને રેખાએ એક ગીત માટે શુટ કર્યુ હતું, જેમાં બંનેએ બધી હદો પાર કરી દીધી હતી

મુંબઈ, બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે એકથી એક હિટ ફિલ્મો આપી છે. તેની ફિલ્મ ‘ખિલાડિયોં કે ખિલાડી’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે જબરદસ્ત એક્શન કર્યુ હતું. સાથે જ ખિલાડી કુમારે બોલિવુડ એક્ટ્રેસ રેખા સાથે એવા એવા સીન્સ આપ્યાં હતાં, જેને જાેઇને ફેન્સ પાણી-પાણી થઇ ગયાં હતાં. એક બોલ્ડ સીનના શુટિંગ દરમિયાન રેખા, અક્ષય કુમાર સાથે બેકાબૂ થઇ ગઇ હતી.Rekha Akshay Kumar in a song shoot!!

ફિલ્મ ‘ખિલાડિયોં કે ખિલાડી’માં અક્ષય કુમાર અને રેખાએ એક ગીત માટે શુટ કર્યુ હતું, જેમાં બંનેએ બધી હદો પાર કરી દીધી હતી. ફિલ્મના આ સીનને જાેઇને લોકોને પરસેવા છૂટી ગયા હતાં. આ બોલ્ડ સીનના શુટિંગ વખતે અક્ષય કુમાર અને રેખાની કેમેસ્ટ્રી જાેવા જેવી હતી. તેને શુટ કરતી વખતે રેખા પોતાના ઇમોશન પર કંટ્રોલ ન કરી શકી અને તે અક્ષય કુમાર સાથે બેકાબૂ થઇ ગઇ હતી.

આ સોન્ગના શુટિંગ દરમિયાન રેખાએ અક્ષય કુમારની પીઠ પર નખથી ઉજરડા પાડી દીધાં હતાં. જેના કારણે અક્ષય કુમાર ઘાયલ થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ સીન બાદ રેખાને અક્ષય કુમાર સાથે પ્રેમ થઇ ગયો હતો. રેખા ખિલાડી કુમારના ગળડૂબ પ્રેમમાં હતી. ફિલ્મ ‘ખિલાડિયોં કા ખિલાડી’માં અક્ષય કુમાર અને રેખાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

બંનેનો આ બોલ્ડ અવતાર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ ‘ખિલાડિયોં કા ખિલાડી’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ૧૯૯૬માં રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૪ કરોડથી વધુની કમાણી કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ રેખા પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. રેખા દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનને ડેટ કર્યા હતા. જાે કે પછીથી બંનેના રસ્તા અલગ થઇ ગયાં.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.