Western Times News

Gujarati News

રાજકોટ: મહિલાએ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી 4 લાખ રૂપિયાની માંગણી કરી

દૂધનો હિસાબ આપવાનું કહી મને ઘરમાં બોલાવ્યો

પોલીસે વલ્લભ પ્રેમજીભાઇ જસાણી અને ભાવના વલ્લભ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

શારીરિક સંબંધ બાંધવાનુ કહી મહિલા ઉતારવા લાગી કપડા

રાજકોટ, રાજકોટના જસદણમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી ૨૦ હજાર રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જાેકે દંપતિએ વધુ રૂપિયાની ડિમાંડ કરતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના એક નવેમ્બરની છે. મળતી જાણકારી અનુસાર, જસદણના બજરંગનગર વિસ્તારમાં દૂધનો વ્યવસાય કરતા પ્રૌઢને નજીકમાં જ રહેતી ભાવના વલ્લભ જસાણી નામની એક મહિલાએ ફોન કરીને દૂધ આપી જવા કહ્યું હતું.Woman lured man into honeytrap and demanded Rs 4 lakh

જેથી પ્રૌઢ દૂધ આપવા જતા મહિલાએ અગાઉથી નક્કી કરેલી યોજના પ્રમાણે પ્રૌઢને પોતાના ઘરમાં બેસાડ્યા હતા અને દૂધનો જૂનો હિસાબ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદી રૂપિયા લેવા માટે મહિલાના ઘરમાં ગયા હતા. જાેકે અચાનક મહિલા ફરિયાદની સામે કપડા ઉતારવા લાગી હતી અને દરમિયાન અગાઉની યોજના પ્રમાણે તેનો પતિ વલ્લભ પ્રેમજીભાઇ જસાણી ઘરમાં ઘૂસ્યો હતો.

બાદમાં પતિ અને પત્નીએ પ્રૌઢને રૂપિયા આપો નહીં તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી પાસે પહેલા મહિલાના પતિએ ૩૦ હજાર રૂપિયાની માંગ કરી હતી. જાેકે આખરે ફરિયાદીએ આરોપીઓને ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરી વધુ રૂપિયાની માંગ કરતા આખરે પ્રૌઢે ફરિયાદ નોંધાવી અને દંપત્તિનો ભાંડો ફૂટયો હતો. પોલીસે વલ્લભ પ્રેમજીભાઇ જસાણી અને ભાવના વલ્લભ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસમાં ફરિયાદમાં પ્રૌઢે જણાવ્યું હતું કે તેઓ દૂધનું વેચાણ કરી ગુજરાત ચલાવે છે. એક નવેમ્બરના રોજ મને ભાવના જસાણીનો ફોન આવ્યો હતો અને મને એક લિટર દૂધ આપી જવાની માંગણી કરી હતી. બાદમાં હું તેના ઘરે દૂર આપવા ગયો હતો તેણે મને અગાઉના દૂધનો હિસાબ આપવાની વાત કરી ઘરમાં બેસવા કહ્યું હતું. બાદમાં તેણી પોતાના કપડા ઉતારવા લાગી હતી અને શરીર સંબંધ બાંધવાનું કહી મારી ચેઇન પણ ખોલી નાખી હતી.

હું કંઇ સમજુ એ પહેલા તેણીએ ફોન કરતાં તેનો પતિ વલ્લભ પ્રેમજીભાઇ જસાણી આવી ગયો હતો. વલ્લભે મને તમે આ શું કરો છો? તેમ કહેતાં મેં કહેલું કે મેં આમાં કંઇક કર્યું નથી. આથી તેણે અત્યારે તમે જાવ પછી મને મોકલી દીધો હતો. બાદમાં બીજા દિવસે ફોન કરીને ૩૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી.

મેં આરોપીઓને ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા. જાેકે થોડા દિવસો બાદ ફરીથી આરોપીઓએ મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે જાે રૂપિયા નહી આપો તો તમારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવશે. પોલીસે પ્રૌઢની ફરિયાદના આધારે પતિ અને પત્નીની ધરપકડ કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.