Western Times News

Gujarati News

તારા સુતરીયા અભિનેતા કાર્તિકને ડેટ કરતી હોવાની ચર્ચા!

મુંબઈ, તાજેતરમાં અભિનેતા કાર્તિક આર્યન તેનો ૩૩મો જન્મદિવસ ઉજવ્યો. અભિનેતાએ બી-ટાઉન સેલિબ્રિટીઝ માટે એક ભવ્ય જન્મદિવસની પાર્ટી પણ આપી હતી જેમાં તારા સુતારિયા પણ હાજર હતી. તારા અને કાર્તિકની પાર્ટીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા તેમના અફેરના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા. કાર્તિક આર્યનનું નામ બી-ટાઉનની ઘણી સુંદરીઓ સાથે જાેડાયેલું છે. હવે આ યાદીમાં વધુ એક નામ પણ સામેલ થયું છે. છેલ્લા કેટલાક સમયથી સમાચાર ચર્ચામાં છે કે કાર્તિક અભિનેત્રી તારા સુતારિયાને ડેટ કરી રહ્યો છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંનેની એક તસવીર સામે આવી છે. વાસ્તવમાં, કાર્તિક આર્યનએ મુંબઈમાં તેના ૩૩માં જન્મદિવસ પર એક ભવ્ય બર્થડે પાર્ટી આપી હતી. કાર્તિકના જન્મદિવસની ઉજવણીમાં કૃતિ સેનનથી લઈને હુમા કુરેશી સુધીની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન કાર્તિકની પાર્ટીમાંથી તારા સુતરિયાનો ફોટો લીક થયો છે.

તારા સુતરિયાએ પણ કાર્તિક આર્યનની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ ફોટામાં જાેઈ શકાય છે કે કાર્તિક, તારા અને રાશા થડાની સાથે પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન કાર્તિક અને તારા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા. જ્યારે તારાએ સાટિન ડ્રેસમાં તહેલકો મચાવ્યો છે, ત્યારે બ્લેક શર્ટ અને પેન્ટમાં કાર્તિકનો લુક પણ કિલર લાગે છે.

૨૨ નવેમ્બર ૨૦૨૩ ના રોજ કાર્તિકના જન્મદિવસ પર, તારા સુતારિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમેન્ટિક ફોટો શેર કરીને અભિનેતાને શુભેચ્છા પાઠવી. ફોટામાં, તારા કાર્તિક સાથે જાેવા મળે છે. બ્રાન્ડ શૂટના ફોટોમાં બંનેની સિઝલિંગ કેમિસ્ટ્રી ચાહકોના દિલ જીતવા માટે પૂરતી છે. આટલું જ નહીં, કાર્તિકને શુભેચ્છા પાઠવતા તારાએ તેનું હુલામણું નામ પણ જાહેર કર્યું.

તારા પ્રેમથી કાર્તિકને પોપટ બોલાવે છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “હેપ્પી બર્થ ડે પોપટ. બોલીવૂડ અભિનેત્રી તારા સુતરીયા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. તારાની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.