Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચનનો જમાઈ નિખિલ અબજોનો માલિક છે

મુંબઈ, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ તેમનો ‘પ્રતીક્ષા’ બંગલો તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને નામે કર્યો છે. શ્વેતા બચ્ચન હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે. શ્વેતા નંદા વિશે તો તમે ઓળખતા હશો પણ તેમની પતિ કોણ છે અને તે શું કરે છે ? અમિતાભ બચ્ચનના જમાઈ કોણ છે? બચ્ચનના જમાઈનું નામ નિખિલ નંદા છે તેમનો કપૂર પરિવાર સાથે પણ સંબંધ છે ત્યારે શું સંબંધ છે? ચાલો જાણીયે.

ખરેખર નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના માલિક છે. હા, આ એ જ એસ્કોર્ટ જૂથ છે જેનું નામ તમે ટ્રેક્ટર અને ક્રેન્સ અને રોડ રોલર્સ પર જુઓ છો. તેમની માતા રિતુ નંદા છે, જે રાજ કપૂરની પુત્રી છે. મતલબ કે કપૂર પરિવાર સાથે તેમનો સંબંધ ખૂબ જ ગાઢ અને ખાસ છે. નિખિલ નંદા દેશના જાણીતા બિઝનેસમેન છે. આ ઉપરાંત તેનું કનેક્શન બોલિવૂડ સાથે પણ છે.

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના સસરા છે. એટલે કે તેની પુત્રી શ્વેતા એ નિખિલ નંદાની ધર્મ પત્ની છે. તે બોલિવૂડ શોમેન રાજ કપૂરના પૌત્ર પણ છે. રાજ કપૂરની પુત્રી રિતુ નંદા નિખિલ નંદાની માતા છે.

હાલમાં, તેઓ એસ્કોર્ટ્‌સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.વર્ષ ૨૦૧૮ માં, તેમણે તેમના પિતા રાજન નંદા પછી સમગ્ર બિઝનેસ સંભાળ્યો અને હવે તેને આગળ લઈ જઈ રહ્યા છે. ૧૮ માર્ચ ૧૯૭૪ના રોજ જન્મેલા નિખિલ નંદા પ્રખ્યાત બિઝનેસમેન અને શ્વેતા બચ્ચનના પતિ છે. નિખિલ નંદા એસ્કોર્ટ્‌સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ૨૦૧૮ માં તેમના પિતા રાજન નંદા પાસેથી બિઝનેસની લગામ સંભાળીને, નંદાએ ભવિષ્ય પર નજર રાખીને કંપનીનું નેતૃત્વ કર્યું છે.

એસ્કોર્ટ્‌સ લિમિટેડની સ્થાપના ૧૯૪૪માં નંદાના દાદા હર પ્રસાદ નંદા દ્વારા કરવામાં આવી હતી. બાંધકામ સંબંધિત એન્જિનિયરિંગ સામાન ઉપરાંત, કંપની ટ્રેક્ટર અને તેની એસેસરીઝ પણ બનાવે છે.

જે વિદેશોમાં પણ નિકાસ થાય છે. સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્‌સ લિમિટેડની આવક રૂ. ૨,૧૫૪.૩૯ કરોડ હતી. અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ વાર્ષિક ધોરણે આવકમાં ૯.૪૨ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્‌સ લિમિટેડનો નફો રૂ. ૨૨૩.૩૧ કરોડ હતો. છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ વાર્ષિક ધોરણે નફામાં ૧૨૫.૯૫ ટકાનો વધારો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.