Western Times News

Gujarati News

લંડનમાં હોશિયાર સ્ટુડન્ટ્‌સ માટે સુવર્ણ તકઃ પરિવાર સાથે બે વર્ષ માટે આવી શકશે UK

સુનકે સ્કિલ્ડ માઈગ્રન્ટ્‌સને કામ કરવા આમંત્રણ આપ્યું-ટોચની ૫૦ યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થનારા લોકો પરિવાર સાથે બે વર્ષ માટે આવી શકે

(એજન્સી)નવી દિલ્હી, યુકેના વડાપ્રધાન રિશિ સુનક આમ તો ઈમિગ્રેશન વિરોધી ગણાય છે, પરંતુ યુકેને હાલમાં સ્કિલ્ડ લોકોની જરૂર છે ત્યારે તેમણે Âસ્કલ્ડ લોકોના ઈમિગ્રેશનની તરફેણ કરી છે. સુનકે માઈગ્રન્ટ્‌સને યુકેમાં આવીને કામ કરવા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે. યુકેના વડાપ્રધાને ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં Âસ્કલ્ડ માઈગ્રન્ટ વર્કરની તરફેણમાં વાત કરી હતી.

બીજી તરફ તેમની સરકાર ઈમિગ્રેશનના આંકડાથી ચિંતિત છે અને બહારના લોકો યુકેમાં આવવાનું બંધ કરે તેવું ઈચ્છે છે. રિશિ સુનકની સૌથી મોટી પરેશાની યુકેમાં ગેરકાયદે ઘુસી આવીને શરણાર્થીનો દરજ્જા માગતા લોકોના કારણે છે. સુનક સરકાર આવા શરણાર્થીઓને પકડીને તેમને રવાન્ડા મોકલી દેવાનો પ્લાન ધરાવે છે, પરંતુ અદાલતોએ આ પ્લાનને ગેરકાયદે ગણાવ્યો તેના કારણે સુનકના હાથ બંધાયેલા છે.

હવે તેમણે કહ્યું કે તમે ઈનોવેટર હોવ, ઉદ્યોગ સાહસિક હોવ, રિસર્ચ હોવ તો તમને જાણો છો કે અત્યંત સ્કિલ્ડ, ઈન્ટરનેશનલ લોકો માટે શ્રેષ્ઠ દેશ યુકે છે. તેમણે HPIV એટલે કે હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ વિઝાની વાત કરી હતી. આ વિઝા હેઠળ વિશ્વની ટોચની ૫૦ યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થનાર કોઈ પણ વ્યÂક્ત યુકેમાં પોતાના પરિવાર સાથે બે વર્ષ માટે આવી શકે છે અને યુકેમાં કામ, રિસર્ચ કે અભ્યાસ કરી શકે છે.

એટલે કે દુનિયાના સૌથી ટેલેન્ટેડ લોકો માટે અહીં તક છે. રિશિ સુનક સરકારના મંત્રી બ્રેવમેને તાજેતરમાં એક વિવાદના કારણે રાજીનામુ આપવું પડ્યું હતું. એવું કહેવાય છે કે બ્રેવમેન ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવા માગતા હતા જેને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પણ કહેવામાં આવે છે. તેના દ્વારા ગ્રેજ્યુએટ લોકો ડિગ્રી મેળવ્યા પછી યુકેમાં રોકાઈ શકે છે અને કામનો અનુભવ મેળવી શકે છે. રિશિ સુનક આ પ્રોગ્રામની ફેવર કરે છે.

ગ્રેજ્યુએટ વિઝા રૂટનો સૌથી વધુ ફાયદો ભારતીય વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો. તાજેતરના આંકડા પ્રમાણે આ સ્કીમમાં જે સ્ટુડન્ટને યુકેમાં ભણવાની, કામ કરવાની અથવા રિસર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી તેમાંથી ૪૩ ટકા ભારતીયો હતા. યુકેના મંત્રી બ્રેવમેન ઈચ્છતા હતા કે યુકે આવનારા ઈમિગ્રન્ટ પોતાની સાથે જે પરિવારજનોને લાવે છે તેની સંખ્યા પર અંકુશ મુકાવો જાઈએ.

તેમનું કહેવું હતું કે યુકેની અમુક એકદમ ટોચની યુનિવર્સિટીમાં જ ભણતા સ્ટુડન્ટને વિઝા આપવા જાઈએ. રિશિ સુનક આ વાત સાથે સહમત ન હતા. યુકેમાં આવતા વિદેશી સ્કીલ્ડ વર્કર્સનો વાર્ષિક પગાર પણ ઓછામાં ઓછા ૨૬૦૦૦ ડોલરના બદલે ૪૦ હજાર ડોલર કરવામાં આવે તેવી ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર બ્રેવમેનની માગણી હતી. યુકેમાં હાલમાં નેટ માઈગ્રેશનની પણ સમસ્યા છે વર્ષ ૨૦૨૧-૨૨માં યુકેમાં ૭.૪૫ લાખ લોકોનું નેટ માઈગ્રેશન થયું હતું જેના કારણે ટેલેન્ટની અછત સર્જાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.