Western Times News

Gujarati News

બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ-દેશના કેટલાક વિસ્તારમાં ઠંડી વધશે

તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશા ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું

(એજન્સી)નવી દિલ્હી, દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે મહારાષ્ટÙ, બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આજે ૭ ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે.

વરસાદ બાદ આ રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. બંગાળની ખડીમાં સર્જાયેલું વાવાઝોડું મિગ્જોમ હવે ઉત્તરપૂર્વ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં પહોંચતા ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આ વાવાઝોડાની અસરને કારણે સંબંધિત રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો હતો.

દિલ્હીમાં આજે ૦૭ ડિસેમ્બરે દિવસભર હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જો કે સવારે હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું. લઘુત્તમ તાપમાન ૦૯ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. આ સિવાય નોઈડા અને ગુરુગ્રામ સહિત દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સમાન રહેશે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, દક્ષિણ બિહાર અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે ઝાપટા પડી શકે છે.

પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, પૂર્વ તેલંગાણા, આંધ્રપ્રદેશના ઉત્તર કિનારા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કોઈક જગ્યાએ હળવો અને મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મરાઠવાડા, પૂર્વી ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદનું એલર્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.