Western Times News

Gujarati News

યુએસના રાષ્ટ્રપતિપદના ભારતીય મૂળના ઉમેદવાર રામાસ્વામીને હત્યાની ધમકી

વોશિંગ્ટન, ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને આગામી વર્ષે ૨૦૨૪માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે આયોજિત ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ન્યૂ હેમ્પશાયરના એક વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો.

આ મામલે ૩૦ વર્ષીય ટાયલર એન્ડરસનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના વકીલે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. એફબીઆઈ એજન્ટે કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના કર્મચારીઓને બે ધમકીભર્યા સંદેશા મળ્યા હતા.

એકમાં રામાસ્વામીને માથામાં ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી અને બીજામાં કાર્યક્રમમાં હાજર રહેલા દરેકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એફબીઆઈએ કહ્યું કે સેલફોન નંબર આરોપી વ્યક્તિ (ટાયલર એન્ડરસન)નો છે.

એફબીઆઈ એજન્ટોએ શનિવારે તે વ્યક્તિના ઘરની તપાસ કરી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ એફબીઆઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અન્ય ઘણા ઓપરેશનમાં પણ આવા જ મેસેજ મોકલ્યા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.