Western Times News

Gujarati News

ફ્રાન્સ સરકારે સૌથી મોટી મુસ્લિમ શાળાને નાણાંકીય સહાય બંધ કરી

પેરિસ, ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો ર્નિણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જાેવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમાં આવેલા લિલે શહેરમાં સૌથી મોટી મુસ્લિમ સ્કૂલ એવરોઝ સ્કૂલ ૨૦૦૩થી ચાલે છે. જેમાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ સ્કૂલ સાથે ફ્રાંસની સરકારનુ ૨૦૦૮થી જાેડાણ છે. સ્કૂલમાં ફ્રાંસની સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમની સાથે સાથે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. જાેકે ફ્રાંસની સરકારનુ કહેવુછે કે, સ્કૂલ વહિવટી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.

સ્કૂલમાં ફ્રાંસના જે મૂલ્યો છે તે પ્રમાણે વિદ્યાર્થીઓે ભણાવવામાં આવી રહ્યા નથી અને તેના કારણે સરકારે તેની સાથેનુ જાેડાણ રદ કરવાનુ ન ક્કી કર્યુ છે. જાેકે આ મુદ્દે વધારે જાણકારી આપવાનો ફ્રાંસના આંતરિક મંત્રાલયે ઈનકાર કર્યો છે.
જ્યારે સ્કૂલનુ કહેવુ છે કે, જાેડાણ રદ કરવા અંગે અમારી પાસે કોઈ સત્તાવાર જાણકારી આવી નથી. જાે સરકારે આવો ર્નિણય લીધો હશે તો તેને અમે કોર્ટમાં પડકારીશું. કારણકે અમારી સ્કૂલ બીજી સ્કૂલો કરતા પણ સારી રીતે ફ્રાંસના મૂલ્યો આધારિત અભ્યાસક્રમને ભણાવી રહી છે.

સ્કૂલ પ્રિન્સિપાલ એરિકે કહ્યુ હતુ કે ગત નવેમ્બર માસમાં શિક્ષણ સમિતિની બેઠક દરમિયાન મને અહેસાસ થયો હતો કે, ફ્રાંસની સરકાર અમારી સ્કૂલ સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી શકે છે.

અમારા માટે સરકારની નાણાકીય સહાય વગર સ્કૂલ ચલાવવી મુશ્કેલ બનશે અને જાે એ પછી સ્કૂલનુ સંચાલન કરવુ હશે તો ફી વધારવી પડશે.જેનો બોજાે બાળકોના પરિવારો પર આવશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.