Western Times News

Gujarati News

સાચા મિત્રો મળવા અઘરા છે, ઉમદા મિત્રો છોડવા અઘરા છે અને આવા મિત્રોને ભૂલી જવું શક્ય નથી!!

તસ્વીર રાધાકૃષ્ણ ભગવાનની છે સેન્ડી બ્લુ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘યાદ રાખો મહાન ગિફ્‌ટએ સ્ટોરમાં શોધી શકાતી નથી કે ઝાડ ઉપર મળી આવતી નથી પરંતુ એ સાચા મિત્રમાં હૃદયમાં હોય છે’!

આ દુનિયામાં કહેવાય છે કે શ્રી રાધાકૃષ્ણ વચ્ચે મહાન મિત્રતા હતી એ પૂજાને કાબિલ દોસ્તી હતી! ક્રુષ્ણને સુદામા સાથે, અર્જુન સાથે પણ દોસ્તી હતી આ તમામ દોસ્તી સમયાંતરે હૃદય સાથે નિભાવાઈ હતી!

એટલે જ્યારે જ્યારે શ્રી ભગવાન આ ધરતી પર જન્મ લે છે ત્યારે એમને પણ આદર્શ, પ્રેમાળ, વિશ્વાસપાત્ર, લાગણીશીલ અને પ્રમાણિત દોસ્તો ની જરૂર પડે છે ગુજરાતમાં વસંત રજજબ હિન્દુ-મુસ્લિમ યુવાનોની દોસ્તીનો પણ ગુજરાતમાં ઇતિહાસ છે!

ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઈટાલી ની વડાપ્રધાન મેલોની વચ્ચે ભાવનાત્મક મિત્રતા હોય કે પછી ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને બ્રિટિશ વડાપ્રધાન એડમીના માઉન્ટબેટન હોય કે પછી ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી

અને બ્રિટિશ વડાપ્રધાન માર્ગરીટ થ્રેચર હોય કે પછી અમેરિકાના પ્રમુખ જો.બાઈડેન અને અમેરિકાના વ્હાઈસ પ્રેસિડેન્સ કમલા હેરીસ હોય બધાની દોસ્તી દુનિયાએ જોઈ છે અને જોઈ રહી છે દોસ્તી એટલે બે હદય વચ્ચે સર્જાયેલો ભાવનાત્મક અમર સંબંધ!! પરંતુ આજે બે રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા એ સસ્ત્રો ના સોદા માં અને વ્યાવસાયિક એમઓયુ માં અટવાઈ ગઈ હોવાનું નકારી શકાય તેમ નથી!! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

રાધા-કૃષ્ણ વચ્ચે મિત્રતા પૂજાને કાબિલ છે! સુદામા સાથેની દોસ્તી મહાન ત્યાગની યાદ છે! તો અર્જુન સાથેની દોસ્તી મહાન સાથની યાદ છે!

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઇટાલિયન વડાપ્રધાન મિલોની , ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને બ્રિટનના એડવિના માઉન્ટબેટન સાથેની દોસ્તી, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને બ્રિટનના વડાપ્રધાન માર્ગરીટ થ્રેચર વચ્ચેની મિત્રતા અને અમેરિકાના પ્રમુખ જો.બાઈડેન અને અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથેની દોસ્તી રાજકીય રીતે યાદગાર મનાય છે!

ખલીલ જીબ્રાન નામના મહાન વિચારકે સુંદર રીતે કહ્યું છે કે ‘સાચા મિત્રો મળવા અઘરા છે, ઉમદા મિત્રો છોડવા અઘરા છે, અને આવા મિત્રોને ભૂલી જવું શક્ય નથી પરંતુ મિત્રો મધુર જવાબદારી છે પરંતુ દોસ્તી એ તક નથી’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફર્સને સરસ કહ્યું છે કે ‘જેને તમે પ્રેમ કરો છો તેના તમે માલિકબની જાઓ છો અને જેની તમે નફરત કરો છો તેના ગુલામ બની જાવ છો’! વિશ્વના રાજકારણમાં પ્રમાણિક મિત્રતાનું મહત્વ અદ્ભુત થયું છે અમુક અપવાદરૂપ કિસ્સા બાદ કરતા! રાજકારણમાં દોસ્તી એ વિશ્વની રાજકીય તાસીર બદલી નાખી છે

ઇટાલીના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાનની દોસ્તી એક નિખાલસ અને સુંદર સ્મિતમાંથી સર્જાય છે પરંતુ દોસ્તી એ દોસ્તી છે જેને દેશની સરહદો , જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી?!

અમેરિકાના માર્ટીન લૂથર કિંગ એ કહ્યું હતું કે ‘માનવીને દુશ્મનોના શબ્દ નહીં દોસ્તનું મૌન યાદ રહી જાય છે’! વિશ્વના જી સમિટમાં અનેક દેશોના સત્તાધીશો એકબીજાને મળ્યા દુનિયાના પ્રશ્નો પર વિચાર- વીમશ કર્યા અને ભારતના વડાપ્રધાનના નેતૃત્વની ઇટાલીન મહિલા વડાપ્રધાનની ભારતના વડાપ્રધાનના વિચારોથી પ્રભાવિત થતા બંને વચ્ચે ‘દોસ્તી’ થઈ ગઈ આ રાજકીય મિત્રતા વિશ્વમાં નહીં પણ ભારતમાં ચોક્કસ ટોક ઓફ ધ ઇન્ડિયા બની છે! આવી રાજકીય દોસ્તી બે દેશો વચ્ચે વેપાર ધંધા ને આગળ વધારવામાં પણ સફળ થશે એવું મનાય છે!

બ્રિટનના એડવિના માઉન્ટબેટન સાથે ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચે પણ અદભુત રાજકીય દોસ્તી હતી! રાલ્ફ વાલ્ડો એમસર્ન ઉમદા તત્વજ્ઞાની,વૈજ્ઞાનિક અને વિચારકે કહ્યું છે કે ‘મિત્રની યાદગીરી હંમેશા યાદ રહે એ યાદગીરી મૃત્યુ પામતી નથી શ્રેષ્ઠ મિત્રતા હંમેશા રહે છે અને ગુડ બાય કહેતી નથી’!

ભારતના વડાપ્રધાન પંડિત જવાહરહર નેહરુ અને બ્રિટનના એડવિના માઉન્ટબેટન વચ્ચે પણ અદભુત દોસ્તી હતી અને જવાહરલાલ પોતાના રાજકીય સમસ્યાઓને અને મહત્વપૂર્ણ નિર્ણયો પૂર્વે એડવિના માઉન્ટબેટન સાથે ચર્ચા કરતા હતા

અને આ બંને વચ્ચેની દોસ્તી રાજકીય સત્તાકરણથી ઘણી ઊંચી હતી એવું મનાય છે! ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને બ્રિટન ના માર્ગરીટ થેચર, રશિયાના પ્રમુખ ગોરબોચોવ વચ્ચેની રાજકીય દોસ્તી એ ભારતની સમસ્યાઓ ઉકેલવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરી હતી!

વિખ્યાત મહિલા અગ્રણી હેલન કેલરે સરસ કહ્યું છે કે “પ્રકાશમાં એકલા ચાલવું એના કરતા વધારે ઉત્તમ એ છે કે અંધારામાં મિત્ર સાથે ચાલવું એ વધારે વિશ્વાસપાત્ર છે”! બ્રિટિશ વડાપ્રધાન માર્ગરીટ થેર્ચાર સાથે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની દોસ્તી અતૂટ હતી તેમજ રશિયાના પ્રમુખ ગોર્બોચોવ સાથેની દોસ્તી વિશ્વાસપત્ર હતી ભારત- પાકિસ્તાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો સાતમો નવકા કાફલો સામે રશિયા એ પોતાનો નવો કાફલો મદદમાં ઉતરતા આખરે ૧૯૭૧ નું યુદ્ધ પાકિસ્તાન સાથે ભારત જીત્યું હતું શ્રીમતી ઇન્દિરા ગાંધી પાસે રાજકીય મિત્રો પસંદ કરવાની અદભુત કોઠાસૂજ હતી!

અમેરિકાના પ્રમુખ જો.બાઈડેન અને અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસ વચ્ચેની દોસ્તી જો.બાઈડેનની રાજકીય તાકાત છે! અમેરિકાના ઉપપ્રમુખ કહે છે કે ‘તમારો મત એ તમારો અવાજ છે, તમારો અવાજ એ તમારો પાવર છે તમારો આ પાવર કોઈ ઉપાડી ના જાય તેનું ધ્યાન રાખજો’! અમેરિકાના ઉપપ્રમુખ શ્રીમતી કમલા હેરીસ અને જો.બાઈડેન વચ્ચે સંવેદનાત્મક મિત્રતા છે પ્રમુખ બન્યા ત્યારે જો.બાઈડેનનો રાષ્ટ્રીય પ્રચાર કેમ્પિંગ શ્રીમતી કમલા હેરિસે સંભાળ્યું હતું. માટે ઘણીવાર રાજકીય દોસ્તી એ ખાલી દોસ્તી નથી હોતી ત્યાગ, પ્રેમ, લાગણી, વફાદારી અને સદભાવના થી જોડાયેલી હોય છે! તેને દોસ્તી કહેવાય છે

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.