Western Times News

Gujarati News

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના મુદ્દે સીટ આજે રીપોર્ટ સુપ્રત કરશે

સીટના રીપોર્ટના આધારે પરીક્ષા રદ કરવી કે નહી એ મુદ્દે મુખ્યમંત્રી મહ¥વપૂર્ણ નિર્ણય લેશે

અમદાવાદ: ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસે તેના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પરીક્ષા રદ કરવા માટે વ્યાપક દેખાવો કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજ્ય સરકારે આ મુદ્દે સીટની રચના કરી તેના રીપોર્ટના આધારે નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

સીટે ૧૦ દિવસની તપાસ બાદ આ અંગેનો સંપુર્ણ અહેવાલ તૈયાર કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુપ્રત કર્યો છે. અને આ રીપોર્ટના આધારે મુખ્યમંત્રી પરીક્ષા રદ કરવી કે નહીં તે મુદ્દે મહ¥વપૂર્ણ નિર્ણય લેવાના છે. જેના પર તમામની નજર મંડાયેલી છે.

આ અંગેની વિગત એવી છેકે પ્રારંભથી વિવાદમાં રહેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અગાઉ એક વખત રદ કરવામાં આવ્યા બાદ લેવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. છેલ્લા ઘણા સમયથી મહેનત કર્યા બાદ આખરે પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જાવા મળતો હતો. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ફૂટી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાનમાં થોડા દિવસ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા પ્રમુખ નેતાઓ તથા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના આગેવાનોએ પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો. અને પરીક્ષામાં ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓના વિડીયો ફૂટેજ પણ જાહેર કર્યા હતા. કોંગ્રેસના આ આક્ષેપ બાદ અને વિડીયો ફૂટેજ જાહેર કરાતા તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા હતા.

કોંગ્રેસે વિડીયો ફૂટેજ જાહેર કરીને પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા અને ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતુ.

સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે કેટલાંક નેતાઓ પણ જાડાયા હતા.વિદ્યાર્થીઓનો વિરોધ વધતા રાજ્ય સરકારે આખરે આ મુદ્‌ સીટની રચના કરી હતી. સીટમાં સમાવાયેલા સભ્યોએ દસ દિવસ સુધી આ મુદ્દે વ્યાપક તપાસ કરી હતી. અને તપાસ બાદ વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ સીટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે સુપ્રત કરવાના છે.

સીટ દ્વારા તૈયાર કરાયેલો રીપોર્ટ આજે મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવનાર છે ત્યારે પરીક્ષા રદ કરવી કે નહીં એ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ રીપોર્ટનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેશે.

જા કે મુખ્યમંત્રી સીટનો અહેવાલ મળતા રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી તથા અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવાના છે. આ ઉપરાંત સીટના સભ્યો સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે. જેના પગલે બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના મુદ્દે આજે ગાંધીનગરમાં મહત્ત્વપૂર્ણ  કામગીરી થવાની છે.
કોંગ્રેસ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી ઉઠી છે જ્યારે બીજી બાજુ સીટે આ સમગ્ર ઘટનાક્રમની તપાસ પૂર્ણ કરી છે.આજે મુખ્યમંત્રી આ મુદ્દે મહત્ત્વપૂર્ણનિર્ણય લે એવી સંપૂર્ણ શક્યતાઅ છે. જેના પગલે મુખ્યમંત્રીના નિર્ણય પર તમામની નજર મંડાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.