Western Times News

Gujarati News

વારાણસીની એમપી એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો

વારાણસી, માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની એમપી એમએલએકોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને એમપી-એમએલએએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે આજે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે.

મામલો કોલસાના વેપારી મહાવીર રૂંગટાને ધમકી આપવાનો છે. મહાવી રૂંગટા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાના ભાઈ છે. નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે, મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ કરાવ્યુ હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી.વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મહાવીર રૂંગટાએ કેસ દાખલ કર્યો હતો.

હવે કોર્ટે મહાવીર રૂંગટાને ધમકી આપવાના કેસમાં મુખ્તાર અંસારીને દોષી ઠેરવી સજાનું એલાન કર્યું છે. કોર્ટે મુખ્તાર અંસારીને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે મુખ્તાર અંસારીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ અગાઉ વારાણસીની કોર્ટ આ જ વર્ષે મુખ્તાર અંસારીને ચર્ચિત અવધેશ રાય હત્યાકાંડમાં આજીવન કારાવાસની સજા સંભળાવી ચૂંકી છે.

ગત ૫ જૂનના રોજ વિશેષ ન્યાયાધીશ અવનીશ ગૌતમે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષી ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. કોર્ટે એક લાખ વીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટનો આ ર્નિણય ૩૨ વર્ષ બાદ આવ્યો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.