Western Times News

Gujarati News

સુરક્ષા ભંગ માટે બેકારી, મોંઘવારી અને મોદી નીતિ જવાબદારઃ રાહુલ

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (૧૩ ડિસેમ્બર) સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, સમગ્ર દેશમાં તેના પર હોબાળો છે.

સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે (૧૬ ડિસેમ્બર) કહ્યું કે, તેની પાછળના કારણો બેરોજગારી અને મોંઘવારી છે. તેણે કહ્યું, “સુરક્ષામાં ખામી રહી છે, પરંતુ આવું કેમ થયું? સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, જેના પર સમગ્ર દેશમાં અશાંતિ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.

બુધવારે (૧૩ ડિસેમ્બર) સંસદ પર ૨૦૦૧ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે સુરક્ષામાં મોટો ભંગ થયો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન બપોરે લગભગ ૧ વાગે બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર ઘૂસી ગયા હતા.આ પછી તેમણે સ્પ્રે ગેસના ડબ્બામાંથી પીળો ધુમાડો સ્પ્રે કરીને ઉડાવ્યો હતો. ઘટના બાદ તરત જ બંને ઝડપાઈ ગયા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ ભવન બહાર પણ પ્રદર્શન કર્યું હતું.

લોકસભામાં ઝંપલાવનાર બે લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. ગૃહની બહાર રહેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ (૪૨) અને લાતુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી અમોલ શિંદે (૨૫) તરીકે થઈ છે.આ સિવાય આ બધા પાછળનો માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાની પણ પોલીસે ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે વિરોધ પક્ષો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે જ સંસદની કાર્યવાહી આખો દિવસ ચાલી શકી ન હતી. વિપક્ષનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં જવાબ આપવો જાેઈએ. સરકારનું કહેવું છે કે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેથી આ મુદ્દે રાજકારણ ન થવું જાેઈએ. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.