Western Times News

Gujarati News

સ્વદેશી હાઈ સ્પિડ ફ્લાઈંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ

બેંગલુરૂ, સંરક્ષણ મંત્રાલયે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતેથી એક સ્વદેશી હાઇસ્પીડ ફ્લાઈંગ વિંગ યુએવીની સફળ ઉડાનનું પરીક્ષણ કર્યું.

જેનાથી ભારતને આવા પ્લેટફોર્મનું ઉત્પાદન કરવાની ટેક્નિક ધરાવતા દેશોની એક વિશેષ ક્લબમાં સ્થાન મળી ગયું. આ ફ્લાઇંગ ટેસ્ટનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ યુએવી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તરફથી ડિજાઈન કરાયું છે.

આ મામલે મંત્રાલયે કહ્યું કે આ ઓટોનોમલ સ્ટીલ્થ યુએવીનું સફળ ટેસ્ટિંગ દેશમાં ટેક્નોલોજીની તત્પરતાના સ્તરમાં પરિપક્વતાનો પુરાવો છે. ટેલ લેસ કોન્ફિગ્યુરેશનમાં આ ટેસ્ટિંગ સાથે ભારત ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજીના નિયંત્રણમાં મહારત મેળવનાર દેશોની વિશેષ ક્લબમાં સામેલ થઇ ગયું.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ સિસ્ટમના સફળ ઉડાન પરીક્ષણ માટે ડીઆરડીઓ, સશસ્ત્ર દળો અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે સ્વદેશી રીતે આવી મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીના સફળ વિકાસથી સશસ્ત્ર દળો વધુ મજબૂત બનશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ ફ્લાઈટના પરીક્ષણથી મજબૂત એરોડાયનેમિક અને કન્ટ્રોલ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ રિયલ ટાઈમ, હાર્ડવેર ઈન લૂપ સિમ્યુલેશન અને અત્યાધુનિક ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશનના ડેવલપમેન્ટમાં સિદ્ધીઓ પ્રાપ્ત થઈ.

છેલ્લા કોન્ફિગ્યુરેશનમાં સફળ સાતમી ઉડાન માટે એવિયોનિક સિસ્ટમ, ઈન્ટીગ્રેશન અને ફ્લાઈટ ઓપરેશનને ઓપ્ટિમાઈઝ કરાયું હતું. ગ્રાઉન્ડ રડાર/ ઈન્ફ્રાસ્ટ્રક્ચર/પાયલટની જરૂરિયાત વિના આ હાઈસ્પીડ યુએવીની ઓટોનોસ લેન્ડિગે એક અદ્વિતીય ક્ષમતાનું પ્રદર્શન કર્યું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.