Western Times News

Gujarati News

સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે બે બાળકોનાં મોત થયા

સુરત, ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે…અર્થાત કાલે શું થવાનું છે તેની કોઈને ખબર હોતી નથી. જાેકે, એનાથી પણ આગળ એક ક્ષણ વિત્યા પછી આગામી ક્ષણે શું થવાનું છે તેનો પણ આપણે અંદાજાે લગાવી શકતા નથી.

જાેકે, એક એવી ઘટના બની જેણે તમામ વાલીઓને વિચારવા પર મજબુર કરી દીધાં છે. બે બાળકો પોતાના ઘરની બહાર રમી રહ્યાં હતાં.

રમત રમતમાં બન્ને બાળકો રમતા-રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા. ઘરમાં કોઈનું ધ્યાન નહોતું અને રેલવે ટ્રેક પર પહોંચી ગયેલાં બાળકોને ટ્રેને પળવારમાં કચડી નાંખ્યાં. ફૂલ જેવા માસુમ બાળકોને કચડીને ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ ગઈ. આ ઘટના છે સુરત શહેરની.

સુરતના સચિન વિસ્તારમાં વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જાે તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે…સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

જેમાં બે બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. બાળકો રમતા રમતા ક્યારે રેલવે ટ્રેક પર પહોંચી ગયા તેની તેમને ખબર જ ના રહી. અને અચાનક ટ્રેક આવી જતા ટ્રેક પર રમી રહેલા બંન્ને બાળકોના મોત નીપજ્યા હતા..

હાલ તો માસૂમોના મોતથી પરિવારજનો શોકના માહોલમાં ગરકાવ થયા છે…પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે રેલવેની અડફેટેથી જ બાળકોના મોત થયા છે.

પરંતુ તંત્રનું કહેવું છે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતનું સાચું કારણ સામે આવી શકશે. પરંતુ અહીં સવાલ એ થાય છે બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા ત્યાં સુધી માતા-પિતા શું કરતા હતા.

ઘરની નજીક જ રેલવે ટ્રેક હોય તો બાળકોની કેમ નથી રખાતી ખાસ કાળજી. રેલવે તંત્ર પણ આવી ઘટનાને રોકવા માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરતું…રેલવે ટ્રેક નજીક લોકો રહેતા હોય તો સુરક્ષા માટે તંત્ર કેમ કોઈ પગલા નથી ભરતું. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.