Western Times News

Gujarati News

અંગ્રેજો ગયા અંગ્રેજ શાહી નથી ગઈ કે શું!!…

ફોજદારી બારમાં અભૂતપૂર્વ ચૂંટણી જંગમાં પરંપરા જળવાશે કે પરિવર્તન આવશે એ મતદારોની કોઠાસૂજ ઉપર નિર્ભર છે?!

તસવીર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની છે જ્યાં ફોજદારી કોર્ટ બાર એસોસિએશન ની ૨૨મી ચૂંટણી યોજવાની છે. જેમાં ઉપપ્રમુખ પદ ઉપર શ્રી અશ્વિનભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે તેઓ વકીલો ના વાચસ્પતિ બંનેને વકીલોની સમસ્યાઓ જાતે જઈને અને સાથે જઈને ઉકેલતા કર્મશીલ અને સેવાભાવી દ્રષ્ટિકોણ ધરાવતા પ્રગતિશીલ ઉમેદવાર છે!

સૌનો સાથ બાર નો વિકાસ એ તેમનો દ્રષ્ટિકોણ છે માટે ઉપપ્રમુખ પદ ઉપર તેમની જીત નિશ્ચિત હોવાનું મનાય છે! પ્રમુખ પદ ઉપર બીજા ઉમેદવાર શ્રી હેમંતભાઈ નવલખા છે તેમની પરંપરાગત મત બેંક અકબંધ છે! તેઓ સ્પષ્ટ વક્તા ઉમેદવાર છે! અને સેવા અભિગમ સાથે ચૂંટણી લડતા આવેલા ઉમેદવાર છે જેથી વ્યાપક ટેકો મળે એવી સંભાવના છે. ત્રીજા ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા છે

તેમનો માયાળુ અને મળતાવડો સ્વભાવ અને સિનિયર જુનિયર વકીલાનો ટેકો તેમને ચૂંટણીરૂપી વેતર્ણી પાર પાડવામાં સહાયરૂપ થાય તેવી સંભાવના છે. જ્યારે નીચેની હરોળમાં ડાબી બાજુ થી ઈશ્વરભાઈ દેસાઈ સેક્રેટરી પદ ઉપર ચૂંટણી લડ્‌યા છે શ્રી ઈશ્વરભાઈ દેસાઇ તો ડોર ટુ ડોર પ્રચાર અને તેનો સરળ સ્વભાવ તેમની ચૂંટણીમાં સહાયક નિવડશે પરંતુ સેક્રેટરી પદ પર અનેક ઉમેદવારો મેદાનમાં છે.

ગુજરાત હાઇકોર્ટ બારમાં જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર જંગ….

ત્યારે તેમની પરંપરાગત મત બેંકમાં કોઈ ગાબડું ન પાડી જાય તેની કાળજી લેવાની જરૂર છે એવું જણાય છે! સેક્રેટરી પદ ના બીજા ઉમેદવાર શ્રી નિર્મલભાઇ રાવલ છે તેઓ બારની સમસ્યાઓથી માહિતગાર ઉમેદવાર છે. શ્રી નિર્મલભાઇ રાવલ નિર્મલ, વિવેકશીલ અને કર્મશીલ વ્યક્તિત્વ ધરાવે છે એ જોતા તેઓ સેક્રેટરી પદ ની ચૂંટણીમાં સારી ટક્કર આપી શકે છે! આ ઉપરાંત બારની ચૂંટણીમાં પ્રવીણભાઈ પાઢીયા સ્પર્ધા માં છે ફોજદારી બારની લાઇબ્રેરી સેક્રેટરી પદ ઉપર શ્રી રસિકભાઈ પટેલ જેવા અનેક ઉમેદવારો મેદાનમાં છે

જ્યારે ફોજદારી બારમાં કારોબારી પદની ૧૪ સીટ માટે ૬૯ ઉમેદવારો હોવાનું જાણવા મળે છે અને જેટલા ઉમેદવારોની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પરંપરા જળવાય છે કે પરિવર્તન આવે છે એ જોવાનું રહે છે સિનિયર કારોબારી પદ પર મુકેશભાઇ ચદ્રમોહનભાઈ રાજપૂત ચુટણી લડી રહ્યા છે તેઓ ફોજદારી બારમાં સાત વર્ષથી વકીલાત કરી રહ્યા છે તેઓ વિચારશીલ અને સેવાભાવી પ્રતિભાધરાવતા ઉમેદવાર છે જુનિયર અને સિનિયર ધારાશાસ્ત્રીઓમાં તેમની પ્રતિભા સારી હોય વ્યાપક ટેકો મળે તેવી સંભાવના છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

ગુજરાત હાઇકોર્ટ બારમાં કર્મશીલ અને પ્રગતિશીલ ઉમેદવારો મૂલ્યો અને આદર્શો માટેનું ધર્મયુદ્ધ બની રહેશે?!

 

પ્રમુખ પદ ઉપર દિનેશભાઈ પંડ્‌યા અને ભરતભાઈ શાહ વચ્ચે વ્યુહાત્મક ચૂંટણી જંગમાં ભાજપ લીગલ

સેલના જે. જે. પટેલ નો ચક્રવ્યૂહ ભરતભાઈ શાહને જીતાડી શકશે? કે પછી અનિલભાઈ કેલ્લાનો ચક્રવ્યૂહ કામિયાબ થશે? છતાં જો સત્તા પરિવર્તન નો પવન ફૂંકાશે તો દિનેશભાઈ પંડ્‌યા જીતી જશે?!

મહાન તત્વચિંતક લિયો ટોલ્સતોય કહ્યું છે કે ‘દરેક વ્યક્તિ દુનિયા બદલવા ઈચ્છે છે પરંતુ પોતાની જાતને બદલવા માટે કોઈ તૈયાર નથી’! જ્યારે રિચાર્ડ વોટલે નામના વિચારે કે કહ્યું છે કે ‘સત્ય મારા પક્ષે છે એમ કહેનારા ઘણા હોય છે, હું સત્યને પક્ષે છું એમ કહી શકનારા ઘણા થોડા હોય છે’! ફોજદારી કોર્ટ બાર માં અભૂતપૂર્વક ચૂંટણી જંગ જામ્યો છે

ફોજદારી કોર્ટ બાર એસોસિએશનમાં કેટલા વકીલો કહે છે કે ક્રિમિનલ કોર્ટ બાર માં કથિત તુમાર શાહી ચાલે છે કેટલાક કહે છે કથીત રાજાશાહી ચાલે છે? કોઈ નવા ચહેરા ચૂંટણીમાં જીતતા જોવા જ નથી મળતા? તો એમાં ઉમેદવારોનો શું વાક? વકીલ મતદારો જવાબદારી પૂર્વક સમજદારી પૂર્વક મતદાન કરે તો ફોજદારી બારમાં શ્રેષ્ઠ ઉમેદવારો જીતી શકે!

વકીલ મતદારોએ ભારતની આઝાદીના ઇતિહાસને વાંચશે? અંગ્રેજો કહેતા હતા કે ‘અમે ભારતમાંથી જતા રહીશું તો દેશનો વહીવટ કઈ રીતે ચાલશે કોઈને અનુભવવા જ નથી’! ત્યારે મહાત્મા ગાંધી, ડોક્ટર આંબેડકર જેવા દેશના મહાન સપૂતોએ કહેલું ‘અમે અમારો દેશ ચલાવીશું પણ તમે ભારત છોડો’! ફોજદારી બારના વકીલોમાં આવું કહેવાની હિંમત છે કે નવા ચેહરાઓને તક આપો? નહીતો વર્તમાન પરિસ્થિતિમાં જીવો તેવો માહોલ હોવાનું કહેવાય છે?!

ફોજદારી બારમાંથી કથિત અંગ્રેજ શાહી નાદુરસ્ત કરવા અને સ્વચ્છ વહીવટ આપવા શ્રી દિનેશભાઈ પંડ્‌યા પ્રમુખ પદ ઉપર ચુટણી લડી રહ્યા છે વકીલાતના વ્યવસાયિક મૂલ્યો માટે ચૂંટણી લડી રહ્યા છે! પછી વકીલ મતદારોની કોઠાસૂજ પર હાર જીતનો મદાર છે?!

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનએ પ્રતિભાશાળી વિચારશીલ બાર છે અનેક જાગૃત વકીલો આ બાર માં કાર્યરત છે! છતાં ફોજદારી બાર માંથી કથિત અંગ્રેજશાહી દુરસ્ત થઈ નથી એ આશ્ચયજનક છે! ક્રિમિનલ કોર્ટ બારની ચૂંટણીમાં પ્રમુખ પદ ઉપર દિનેશભાઈ પંડ્‌યા ઊભા છે તેઓ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર છે,

તેમનો ઉદ્દેશ ફોજદારી બારનું હિત છે તેઓ પરંપરાગત સીન્ડીકેટ ઊભી કરી ચૂંટણી જીતવામાં માનતા નથી એ જોતા તેમને આઝાદીના યુગના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, પંડિત જવાહરલાલ નેહરૂ અને મૌલાના આઝાદ યુગની યાદ અપાવી દીધી છે! આ સિધ્ધાતવાદી અને સરળ નેતાઓ એ જ ભારતને આઝાદી અપાવી હતી! એટલે કોઈ નબળું હોતું નથી પરંતુ વકીલ મતદારોના ટેકાની શ્રી દિનેશભાઈ પંડ્‌યા ને જરૂર છે એમ પ્રમુખ પદના ઉમેદવાર શ્રી દિનેશભાઇ પંડ્‌યા ના વકીલ ટેકેદારોનું કહેવું છે. જોઈએ ફોજદારી બાર ના વિચારશીલ વકીલ મતદારો બારને કઈ દિશામાં લઈ જાય છે?!

મજબૂત કિંગમેકરોના ટેકા સાથે અને પરંપરાગત રીતે બારનું વહીવટી તંત્ર ચલાવવા માટે એક અનુભવી કાબેલ અને કર્મશીલ ઉમેદવાર શ્રી ભરતભાઈ શાહ પ્રમુખ પદ ઉપર ફરી ચૂંટણી લડી રહ્યા છે વ્યુહાત્મક શતરંજ ની બાજી ગોઠવીને ચૂંટણી જીતી પરંપરા જણાવશે?!

લોકશાહીમાં તો ‘જો જીતા વો સિકંદર’ હવે ભારતના રાજકારણમાં તમે કઈ રીતે જીત્યા એ અગત્યનું નથી જીત્યા એ અગત્યનું છે! એમ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બારની ચૂંટણીમાં તમે જીત્યા એ અગત્યનું છે કેવી રીતે જીત્યા એ અગત્યનું નથી પ્રમુખ પદ ઉપર ભરતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે તેઓ વહીવટી કાર્યદક્ષતા ધરાવતા ઉમેદવાર છે

તેઓ બારના પ્રશ્નો માટે અનેક વાર રજૂઆતો કરે છે! બારના અનેક પ્રશ્નો વણઉકેલાયેલા છે તેને માટે ચૂંટણી લડી રહ્યા છે! તેઓ ચૂંટણીલક્ષી શતરંજ ગોઠવવામાં માહિર છે! ભરતભાઈ શાહને ભાજપના સમરસ જૂથનો ટેકો છે ભાજપ લીગલ સેલનું પણ સમર્થન હોવાનું મનાય છે! અનિલભાઈ કેલ્લાનો પણ વ્યુહાત્મક ટેકો છે. ત્યારે ભરતભાઈ શાહને કોણ હરાવી શકશે? ગઈ ચૂંટણીમાં શ્રી હસમુખભાઈ ચાવડા ને પણ ઘર ભેગા કરી દીધા હતા

અને કહેવાય છે કે દલિત મતબેંકને પણ પાછળ પાડી દીધી હતી ત્યારે આ વખતે પણ તેઓ સારી સરસાઈ થી જીતશે? ફોજદારી બારમાં એવી ચર્ચા ચાલે છે ભાજપ લીગલ સેલના ટેકીદારો શ્રી ભરતભાઈ શાહને જિતાડવા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે એવું મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.