Western Times News

Gujarati News

નકલી કચેરી કૌભાંડના માસ્ટર માઈન્ડે બે મજુરના ખાતામાં લાખોની લેવડ દેવડ કરી

પ્રતિકાત્મક

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી મહાકૌભાંડનો એક છેડો સીંગવડમાં જતા આખા પ્રકરણમાં નવો વળાંક

દાહોદ, નકલી કચેરી કૌભાંડના મુખ્ય સુત્રધાર અબુ બકર આણી મંડળીએ સીંગવડ ગામના પ્લમ્બિંગ કામ કરતા બે ઈસમોને ગેરમાર્ગે દોરી તેઓ સાથે વિશ્વાસઘાત કરી તેઓના નામે બેંકમાં ખાતા ખોલાવી બારોબાર લાખોની લેવડ દેવડ કરી હોવાનું સપાટી પર આવ્યું છે જેના પગલે બંને ઈસમોએ અબુ બકર, અને ઈજાઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા નકલી કચેરી કૌભાંડમાં આર્થિક વ્યવહારો અંગે આવા કેટલા ખાતા ખુલ્યા છે.

દાહોદના જાલીયાપાડા ખાતે રહેતા અને મંજૂરી કામ કરતા ચંપકલાલ કાંતિલાલ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છ ેકે, એક વર્ષ અગાઉ મારી પત્ની સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી તે સમયે અમાર રૂમ નજીક રહેતા અબુ બકર આપણી મંડળી સાથે નકલી કચેરી મારફતે ફાળવેલા કામો કરતા ઝાલોદના સદ્દામભાઈ ઈસ્માઈલભાઈ માતાદાર કે જેઓ સરકારી બોર અને કુંવાનું કામ કરાવતા હતા

તેમની સાથે ઓળખાણ થતાં હું અને મારા બે મિત્રો ભાર્ગવ ડામોર મીરાખેડી, અને કાળુભાઈ રહે. કોણી.. સહીત ત્રણ જણા કુંવાનું પાઈપ લાઈનું કામ કરવા જતા હતા લગભગ એકાદ વર્ષ કામ કર્યા બાદ કોન્ટ્રાકટર સદામઈસ્માઈલભાઈ માતાદારના સાહેબ અબુબકર અને એઝાઝહુસેન સિંચાઈના કામોનું વિઝીટ કરવા આવતા ઓળખાણ થતાં એકબીજાના નંબરની આપ-લે થઈ હતી.

ત્યારબાદ અમે અમારા વતન પરત ફરતા એ દરમિયાન નળ સે જળની યોજનાનું કામ આવતા હરેશભાઈ નામક કોન્ટ્રાકટર જોડે મુલાકાત થઈ હતી. જેઓની સાથે હું તથા મારા કુટુંબી ભાઈ મેહુલ મણિલાલ ભુરીયા બંને જણા કામ કરવા જતા એ દરમિયાન એઝાઝહુસૈન સૈયદ રહેવાસી ઈલોરા પાર્ક વડોદરાએ મારો ટેલિફોનિક સંપર્ક કરી સરજુમી, તથા ટોકવરા ગામે કુંવાનું બાંધકામ કરવા માટે જણાવ્યું હતું.

અમને સમય મળતા થોડા દિવસ પછી આ સાઈડ પર કામ કરવા જતા દરમિયાન એઝાઝહુસેને અમને બંનેને તમને સિંચાઈ વિભાગના કામોના સુપરવાઈઝર બનાવવાના છે તેવી લાલચ આપી કોટક મહીન્દ્રા બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. અબુ બકર સૈયદ તેમજ એઝાઝહુસેન દ્વારા અમોને સુપરવાઈઝર બનાવવાની ખોટી લાલચ આપી અમારા દસ્તાવેજી પુરાવાઓનો નકલી કચેરી કૌભાંડમાં ખોટી રીતે ઉપયોગ કરી અમારી સાથે છેતરપિંડી કરી

તથા બેંક એકાઉન્ટ નંબર ર૮૪૬ર૦૪૬૧૧ માંથી રૂપિયા ર૩,૪૦,૭૮૧ તથા એકાઉન્ટર નંબર ર૮૪૬ર૦૪૬૪ર માંથી રૂપિયા ર૧,૬૭,૭૧ જેટલી માતબર રકમ ગેરકાયદેસર રીતે મેળવી સરકારી નાણાંની લેવડ-દેવડ કરી અમારા બેંક ખાતાનો ખોટો ઉપયોગ કરી ગુનો કૃયો છે. તો ઉપરોકત બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અબુબકર સૈયદ તેમજ એજાજ હુસૈન સૈયદ વિરૂદ્ધ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.