Western Times News

Gujarati News

જૂનાગઢમાં બેંકના કેશિયરે નાણાની ઉચાપત કરી

જૂનાગઢ, જૂનાગઢમાં એક અજીબ છેતરપિંડીની ઘટના સામે આવી છે. બેંકમાં પણ નાણાં સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ ગ્રાહકોના નાણાની ઉચાપત કરી રહ્યો હતો.

અત્રે જણાવીએ કે, એચડીએફસી બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે ૮૩ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજ મણિયાર નામના કર્મચારીએ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી છે.

નવેમ્બર ૨૦૨૩માં નયન સવસાણીની ૧૫ લાખની ઉચાપતની ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે અન્ય બે ગ્રાહકોની રકમ પણ ઉચાપત કરી હોવાનું પણ સામે આવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ કેશિયર રાજ મણિયાર ગ્રાહકો પાસે કોરા ચેક પર સહી કરાવી ઓનલાઇન ટ્રાનજેક્શન કરી એન્જલ બ્રોકિંગમાં નાણાં રોકતો હોવાનું પણ ખુલ્યું છે. જાે કે, આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ચર્ચા એવી પણ છે આ ઘટનામાં અન્ય લોકો પણ રાજ મણિયારનો શિકાર થયા હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.