Western Times News

Gujarati News

કિસાન દિવસ નિમિતે ટીવીના કલાકારો આપણા દેશના ખેડૂતોનો આભાર માને છે

પ્રતિકાત્મક

કિસાન દિવસ, જે રાષ્ટ્રિય ફાર્મર્સ ડે તરીકે ઓળખાય છે, તે ભારતમાં દરવર્ષે 23મી ડિસેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણકે ભારતમાં ખેડૂતોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દેશના અર્થતંત્ર તથા સમાજમાં તેના યોગદાનને તે ઓળખ આપે છે. આજના દિવસનો મુખ્ય હેતુ, લોકોમાં ખેડૂતોના મૂલ્યો અને તેમના મહેનત વિશે જાગૃતતા ફેલાવવાનો છે. On Kisan Diwas, Zee TV actors thank the unsung heroes – Farmers of our country

આ દિવસ છે, જ્યારે આપણે ખેડૂતો, જે લોકો આપણને ભોજન અને અન્ય જણસ પૂરી પાડે છે, તેમને આદર આપવાનો છે. આ ખાસ દિવસે, ઝી ટીવીના કલાકારો જેવા કે, ઇક કુડી પંજાબ દીનો અવિનેશ રેખી, કૈસે મુઝે તુમ મિલ ગયેંની હેમાંગી કવિ, કુમકુમ ભાગ્યની રચી શર્મા અને પ્યાર કા પહેલા નામ રાધા મોહનની સ્વાતિ શાહ તેમની મહેનતને વખાણે છે, સાથોસાથ ખેડૂતોના સમર્પણતથા દરેકના જીવનમાં તેમની મહત્વતા વિશે ચર્ચા કરે છે.

અવિનેશ રેખી, જે ઝી ટીવીની ઇક કુડી પંજાબ દીમાં રાંઝાનું પાત્ર કરી રહ્યો છે, “એક ખેડૂત પરિવારમાંથી આવતો હોવાને લીધે, હું ખેતરમાં કામ કરવા માટે કરેલી મહેનતનો અંગત રીતે સાક્ષી બન્યો છું. હું માનું છું કે, ખેડૂતએ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, તેમના વગર આપણે કંઈ ખાઇ નથી શકતા. તેઓ આપણા દેશનો પાયો છે અને હું એ સમુદાયનો એક નાનો ભાગ બનીને ખૂબ જ આભારી છું.

મારા બાળપણમાં હું કાકા સાથે ખેતરોમાં જતો અને ચોખાની વાવણી કરતા, કોબીજ અને શેરડીની લણણી કરતા અને ભેંસો પણ દોહવા જેવા વિવિધ કાર્યો તેમની મદદ કરવી એ મારી શ્રેષ્ઠ યાદોં છે. મારો પરિવાર હંમેશા એ ધ્યાન રાખીએ છીએ કે, આપણે ભોજનનો બગાડ ન કરીએ અને મારા બાળકોમાં પણ મેં આ જ મૂલ્યો કેળવ્યા છે. આ ખાસ દિવસે, આપણે ખેડૂતોનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમના કામ તથા સમર્પણને વખાણવું જોઈએ.”

હેમાંગી કવિ, જે કૈસે મુઝે તુમ મિલ ગયેંમાં ભવાની ચિટનિસનું પાત્ર કરતી જોવા મળે છે તે કહે છે, “ખેડૂતો આપણા દેશના સુપરહિરો છે. આપણે જે ભોજન ખાઈએ છીએ તે આપણને ભોજન આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. આજે, કિસાન દિવસ નિમિતે, આપણે તેમને વખાણીને તેમનો આભાર માનવો જોઈએ. આપણે ખેડૂતોની મહેતન અને તેઓ આપણા માટે જે દિલથી કરે છે, તેને ભૂલવું જોઈએ નહીં, આપણે વધુ નહીં તો, એટલું જ તો કરી જ શકીએ છીએ કે, ભોજનનો વ્યય ન કરીએ.

આજે ચૌધરી ચરણ સિંઘનો જન્મદિવસ પણ છે અને રાષ્ટ્રિય કિસાન દિવસની પણ ઉજવણી કરીએ છીએ. તેઓ ખૂબ જ સારા નેતા છે, જેમને આપણા દેશમાં સુધારો લાવવામાં મદદ કરી છે, ખાસ તો, નબળા સમયમાં. તો, દરેક ખેડૂતોને ખૂબ-ખૂબ અભિનંદન! તમે જે કરો છો, તેમના માટે ખૂબ- ખૂબ આભાર. જ્યારે હું નાનો હતો, ત્યારે મેં મધર ઇન્ડિયા મૂવી જોયું હતું, તેમાં એક મહિલા ખેડૂતના મુશ્કેલ જીવનને દર્શાવવામાં આવ્યું હતું. તેનાથી મેં અનુભવ્યું કે, ભોજનનો કણ-કણ કેટલો કિંમતી છે. આ દિવસે હું દરેકને વિનંતી કરીશ કે, ખેડૂતો સાથે નમ્રતાથી વર્તે અને તેઓ જે કંઇપણ પ્રયત્ન કરે તેને વખાણે.”

રચી શર્મા, જે ઝી ટીવીના કુમુમ ભાગ્યમાં પૂર્વિનું પાત્ર કરતી જોવા મળે છે, તે કહે છે, “ભારતના ખેડૂતોના સન્માનમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, કેમકે તેઓ દરેકના રોજિંદા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. હું માનું છું કે, તેઓ દરેક દેશનો પાયો છે અને કિસાન દિવસની ઉજવણીએ બધા માટે એટલી જ મહત્વની છે. આ દિવસએ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંઘ દ્વારા ભારતમાં કૃષિ સુધારણાના પગલાના સિમાચિન્હ રૂપે ઉજવવામાં આવે છે. ખોરાકના દરેક ટૂકડા જે આપણે ખાઈએ છીએ, તે બધી જ વસ્તુ તેમની મહેનત અને શ્રણને લીધે છે. તેથી આપણે હંમેશા તેમના આભારી રહેવું જોઈએ.”

સ્વાતિ શાહ, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં કાદંબરીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “આપણે બધા જ જાણીએ છીએ કે, ખેડૂતો આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે અને કેમકે તેઓ બધા ખોરાક મેળવવા માટેના મુખ્ય સ્ત્રોત છે. આ દિવસે, આપણે ખેડૂત સમુદાય પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ, જેઓ રાષ્ટ્રને ખવડાવવા માટે ખેતરમાં ખેતી કરવા અથાક પ્રયત્ન કરે છે.

મારી દ્રષ્ટિએ તો, ભોજનને વ્યય ન કરીએ એ જ સૌથી મોટી વાત છે. અંતે, હું એટલું જરૂરથી કહીશ કે, કિસાન દિવસએ એક સ્વિકૃતિના દિવસ કરતા, કામ કરવા માટેનો બુલાવો છે. તે આપણને વિનંતી કરે છે કે, આપણા દેશની સમૃદ્ધિના બીજ વાવનારા હાથોની કદર કરીએ અને ભવિષ્ય તરફ મહેનત કરીએ, જ્યાં ખેડૂત તેમની મહેનત અને સમર્પણનું ફળ મેળવી શકે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.