Western Times News

Gujarati News

૨૯ વર્ષની માયુષીનો અમેરિકામા કોઈ પત્તો નથી

ન્યુજર્સી, ગુજરાત અન દેશમાંથી હજારો યુવાનો વિદેશમાં ભણવા જતા હોય છે, જેમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. આ વખતે બનેલી ઘટનામાં અમેરિકામાં ભણવા માટે ગયેલી મયુષી ભગત નામની યુવતી ગુમ થયાની ઘટના બની છે, તેને શોધી આપનારને ૧૦,૦૦૦ ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યુવતી સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી ને તે પછી તે ૨૯ એપ્રિલ ૨૦૧૯ની સાંજે ન્યુજર્સી શહેરમાંથી ગુમ થઈ ગઈ હતી. મયુશીના પરિવારે તેના ગુમ થયાની માહિતી આપી હતી. હવે અમેરિકાની સૌથી મહત્વની ગણાતી એફબીઆઈ એજન્સી દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ જુલાઈ ૧૯૯૪માં જન્મેલી ૨૯ વર્ષની ભારતીય વિદ્યાર્થી માયુષી ભગતને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. તે ૨૯ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ તેના ન્યુજર્સી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા પછી ગુમ થઈ ગઈ હતી. જેની ૧ મે, ૨૦૧૯ ના રોજ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

હવે અમેરિકન ગુપ્તચર એજન્સીએ માયુષી ભગત વિશે માહિતી આપનારને ૧૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮.૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે એફબીઆઈ નેવાર્ક ફીલ્ડ ઓફિસ તેમજ જર્સી સિટી પોલીસ વિભાગે લોકોને મદદ માટે અપીલ કરી છે.

એફબીઆઈનું કહેવું છે કે માયુષી ભગત છેલ્લે રંગીન પાયજામા પેન્ટ અને કાળી ટી-શર્ટ પહેરેલી જાેવા મળી હતી. ભગતના પરિવારે ૧ મે, ૨૦૧૯ના રોજ તેમના ગુમ થયાની જાણ કરી હતી. તે ન્યૂયોર્ક સિટીમાં ન્યૂયોર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતી હતી અને એફ૧ સ્ટુડન્ટ વિઝા પર યુનાઇટેડ સ્ટેટ્‌સમાં હતી.

૨૯ વર્ષની માયુષી, અન્ય હજારો ભારતીય વિદ્યાર્થીઓની જેમ, તેની કારકિર્દી બનાવવા માટે અમેરિકા આવી હતી. તેણીએ ૨૦૧૬માં યુનિવર્સિટી ઓફ ન્યુ હેમ્પશાયરમાં પ્રવેશ મેળવ્યો અને પછીથી એનવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરવા ગઈ હતી.

અહેવાલ મુજબ, માયુષીના પિતાના જણાવ્યા અનુસાર, ૧ મે, ૨૦૧૯ના રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે તેની સાથે વોટ્‌સએપ દ્વારા વાત થઈ હતી. તેણીએ કહ્યું કે તેણી સારી છે પરંતુ તે પરેશાન થવા માંગતી નથી. જાેકે, તે ક્યારેય ઘરે પરત ફરી નહોતી.

પોલીસ અને એફબીઆઈએ જણાવ્યું હતું કે માયુષીના ઠેકાણા વિશે કોઈને માહિતી હોય તો તેને તેમની સ્થાનિક એફબીઆઈ ઑફિસ અથવા નજીકના યુએસ એમ્બેસી અથવા કૉન્સ્યુલેટનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.