Western Times News

Gujarati News

યુકેમાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

નવી દિલ્હી, યુકેમાં તાજેતરમાં ગુમ થયેલા ભારતીય શીખ વિદ્યાર્થીનો મૃતદેહ લંડનના એક તળાવમાંથી મળી આવ્યો છે. આ સ્ટુડન્ટને શોધવા માટે વિદેશમંત્રી એસ. જયશંકરની પણ મદદ માગવામાં આવી હતી.

પરંતુ આ બાબતમાં આગળ કંઈ થાય તે અગાઉ જ તેનો મૃતદેહ મળી આવ્યો છે. ગુરશમન સિંહ ભાટિયા નામનો ૨૩ વર્ષનો વિદ્યાર્થી યુકેમાં માસ્ટર્સ ડિગ્રી માટે આવ્યો હતો. ૧૪ ડિસેમ્બરે રાતે તે મિત્રો સાથે ફરવા ગયો ત્યાર પછી ગુમ થયો હોવાથી ભારતમાં તેના પરિવારજનો પણ ચિંતિત હતા.

હવે લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું છે કે આ કેસ ઉકેલવા માટે તે સીસીટીવી ચેક કરી રહી છે. આ સ્ટુડન્ટ લંડનની લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.

૧૪મી ડિસેમ્બરે તે ગુમ થયો ત્યારે ભાજપના દિલ્હી સ્થિત નેતા મનજિંદર સિંહ સિરસાએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, “આ શીખ યુવાનને શોધવા માટે પ્રયત્નો ચાલે છે. છેલ્લે આ વિદ્યાર્થી પૂર્વ લંડનના કેનારી વ્હાર્ફમાં જાેવામાં આવ્યો હતો.” સૂત્રોએ કહ્યું કે તે બે વર્ષની રેસિડન્ટ પરમિટ પર અહીં આવ્યો હતો. બીજી જૂન ૨૦૨૪ના રોજ તેની ટર્મ પૂરી થવાની હતી.

આ દરમિયાન પોલીસે લંડનની આસપાસના વિસ્તારોમાં ભારતીય સ્ટુડન્ટની શોધખોળ શરૂ કરી હતી. પોલીસના ડાઈવર્સને પૂર્વ લંડનના કેનારી વ્હાર્ફ એરિયામાં જ તળાવમાંથી તેનું બોડી મળી આવ્યું છે.

હવે પોલીસે લોકોને અપીલ કરી છે કે ગુરશમન સિંહ ભાટિયાની છેલ્લી મુવમેન્ટ વિશે કોઈ પાસે માહિતી હોય તો પોલીસને શેર કરવી. પોલીસે સીસીટીવી વીડિયો ચેક કરવા ઉપરાંત કેટલાક સાક્ષીઓ સાથે વાત કરી છે, ફોનનો ડેટા ચેક કર્યો છે અને ફાઈનાન્શિયલ ડેટાની પણ જાણકારી મેળવી છે.

સૂત્રોએ જણાવ્યું કે ભાટિયા ડિજિટલ ફાઈનાન્સમાં એમએસસી કરવા માટે લોફબોરો યુનિવર્સિટીમાં આવ્યો હતો. ભાટિયાના મૃત્યુ વિશે પણ મનજિંદર સિંહ સિરસાએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે જી એસ ભાટિયાનું મૃત્યુ થયું હોવાની દુખદ ખબર મળી છે.

આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના તેના પરિવાર સાથે છે. વાહેગુરુ તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ દરમિયાન કેનેરી વ્હાર્ફમાં પોલિસિંગ કરતા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે ગુરશમન ભાટિયાનું મોત આઘાતજનક છે.

આ ઘટનામાં કંઈ શંકાસ્પદ લાગતું નથી. છતાં અમે આ કેસમાં તપાસ ચાલુ રાખીશું. અમે એક સીસીટીવી ઈમેજ રિલિઝ કરીએ છીએ જે ભાટિયા ગુમ થયો તે અગાઉની છે. કોઈએ તેને ૧૪ ડિસેમ્બરે માર્શ વોલ એરિયામાં જાેયો હોય તો માહિતી આપવા વિનંતી કરીએ છીએ.

પોલીસે કહ્યું કે ભાટિયાના પરિવાર માટે આ બહુ આઘાતજનક સમાચાર છે. તાજેતરમાં લંડનમાં આ પ્રકાની બીજી ઘટના બની છે જેમાં ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. નવેમ્બર મહિનામાં ૨૩ વર્ષનો ભારતીય વિદ્યાર્થી મિતકુમાર પટેલ પણ આવી જ રીતે મૃત્યુ પામ્યો હતો અને તેનું ડેડ બોડી થેમ્સ નદીમાંથી મળી આવ્યું હતું.

મિતકુમાર પટેલ સપ્ટેમ્બર મહિનમાં યુકેમાં હાયર એજ્યુકેશન માટે આવ્યો હતો અને ૧૭ નવેમ્બરથી ગુમ થયો હતો. ત્યાર બાદ ૨૧ નવેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મિતકુમાર પટેલ નાણાકીય સંકટમાં હોવાના કારણે આ અંતિમ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.