Western Times News

Gujarati News

અખિલેશની દુકાન બંધ, ઈન્ડિયાનો હિસ્સો નથી : આચાર્ય પ્રમોદ

નવી દિલ્હી, આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષી જૂથ ‘ઈન્ડિયા’ ગઠબંધને કમર કસી લીધી છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષી નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી. જાેકે, સીટ વહેંચણી અંગે વિપક્ષી નેતાઓ વચ્ચે હજુ સુધી સંમતિ નથી બની અને વિપક્ષી ગઠબંધનની એકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે.

આ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ અંગે એક મોટું નિવેદન આપી દીધુ છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવની દુકાન બંધ થઈ ચૂકી છે અને તેઓ વિપક્ષી ગઠબંધ ‘ઈન્ડિયા’નો હિસ્સો નથી.

એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપતી વખતે કોંગ્રેસ નેતાએ સપા અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, સમાજવાદી પાર્ટી રામ વિરોધી પાર્ટી છે, તે હિન્દુ વિરોધી છે, તે મંદિર વિરોધી પાર્ટી છે અને તેમની દુકાન બંધ થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ખોટું બોલે છે. તેમની દુકાનમાં કોઈ સામાન નથી બચ્યો. તેમની દુકાન બંધ થઈ ચૂકી છે. તેઓ કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી. તેઓ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી અને સીબીઆઈથી ડરી રહ્યા છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આમને-સામને હતી. અખિલેશ યાદવે ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.