Western Times News

Gujarati News

તેલંગણામાં ફૂડ ડિલિવરી બોય-કેબ ડ્રાયવર્સને ૧૦ લાખનો સ્વાસ્થ્ય વીમો

હૈદ્રાબાદ, તેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. ૧૦ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે.

રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ ૫ લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સીએમ રેડ્ડીએ ઓલાની જેમ જ એક એપ લોન્ચ કરવાનું વચન આપ્યું છે, જે ટી-હબ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી રેડ્ડીએ નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ડિલિવરી બોય, શ્રમિકો, કેબ અને ઓટો રિક્ષા ચાલકો સાથેની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. આ મુલાકાતમાં સીએમ રેડ્ડીએ બધાની સાથે તેમના રોજિંદા કામમાં આવતી સમસ્યાઓ અને પડકારો વિશે ચર્ચા કરી હતી.

દરેકની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

તમામ કંપનીઓને સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નફા પર નજર રાખવા ઉપરાંત કંપનીઓએ શ્રમિકો અને કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવું જાેઈએ.

સીએમએ એમ પણ કહ્યું હતું કે જે કોઈ કંપની લેવડ-દેવડની નીતિઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે અને ગોટાળા કરતી પકડાશે તેની સામે સરકાર કડક પગલાં ભરવામાં જરાય વિચારશે નહીં ભલે પછી તે ગમે તેટલી મોટી કંપની કેમ ન હોય. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.