Western Times News

Gujarati News

ડીયુ ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વમાં ૨૨મા ક્રમે

નવી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તાજેતરમાં જાહેર કરાયેલા ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વભરમાં ૨૨મું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ડીયુએ દેશની તમામ આઈઆઈટીને પાછળ કરી દીધી છે.

ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા હતા. દિલ્હી ૭૩.૪ ટકા પોઇન્ટ મેળવીને દિલ્હી યુનિવર્સિટીએ આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. ક્યુએસ સસ્ટેનેબિલિટી રેન્કિંગ ૯ નક્કી માપદંડોના આધારે અપાય છે.

તેમાં પર્યાવરણ શિક્ષણમાં ડીયુએ ૯૧.૮, પર્યાવરણ સસ્ટેનિબલિટી ૬૬.૭, પર્યાવરણ રિસર્ચ ૬૪.૫, શિક્ષણની આપ-લે ૯૦.૮, સમાનતા ૬૨.૬, રોજગાર અને તેના પરિણામ ૫૫.૩, શિક્ષણની અસર ૫૫, સ્વાસ્થ્ય ૫૭.૯ અને ગવર્નેન્સમાં ૧૦૦ માંથી ૮૭.૩ પોઈન્ટ મળ્યાં હતાં.

ડીયુએ પર્યાવરણ શિક્ષણમાં વિશ્વભરમાં ૧૬મું રેન્ક મેળવ્યું હતું. ડીયુએ પર્યાવરણમાં સ્નાતકમાં સસ્ટેનિબલિટી રિપોર્ટિંગ, ડેવલપમેન્ટ ઓફ સસ્ટેનેબલ પ્લાન, પર્યાવરણીયનું ઓડિટ, પર્યાવરણ પર્યટન, પર્યાવરણની અસરનું આકલન અંગે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પર્યાવરણીય અભ્યાસ, સસ્ટેનેબલ વિશ્વ તરફ જેવા કોર્ષનો અભ્યાસ કરાવ્યો છે.

પર્યાવરણીય સસ્ટેનેબિલિટીમાં ડીયુને ૬૬મું રેન્ક મળ્યું હતું. તેના માટે ડીયુએ વૃક્ષારોપણ પર ધ્યાન આપ્યું હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.