Western Times News

Gujarati News

વાતચીતથી સમસ્યા નહીં ઉકેલાય તો સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશેઃ ફારુક

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.
તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો અંત નથી આવ્યો. તેનાથી વિપરિત તેમાં વધારો થઇ ગયો છે. આજે એટલી નફરત વધી ગઈ છે કે મુસ્લિમ અને હિન્દુને લાગે છે કે તેઓ એકબીજાના શત્રુ છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફ પીએમ બનવાના છે. તે વાતચીત માટે તૈયાર છે તો આપણે કેમ નહીં?
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે મિત્રો બદલાઈ શકે છે, પાડોશી નહીં. પાડોશીઓ સાથે મિત્રતા રાખીશું તો બંને પ્રગતિ કરશે, જાે શત્રુતા કરીશું તો ઝડપથી આગળ નહીં વધી શકીએ. ખુદ પીએમ મોદી બોલી ચૂક્યા છે કે આજના યુગમાં યુદ્ધ વિકલ્પ નથી. વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ૨૧ ડિસેમ્બરે આતંકીઓએ સૈન્યના એક ટ્રક અને જિપ્સી પર ઘાત લગાવી હુમલો કરી દીધો હતો. સૈન્યના બે વાહનો પર થયેલા આતંકી હુમલામાં ૪ જવાનો શહીદ થઈ ગયા હતા. જાેકે ૩ ઘાયલ થયા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.