Western Times News

Gujarati News

રોનિતે ૨૦મી એનિવર્સરીના ખાસ દિવસે પત્ની સાથે સાત ફેરા લીધા

૧૬ વર્ષના દિકરાએ પપ્પાના લગ્નમાં આપી હાજરી

 સોશિયલ મિડીયામાં આ વિશે જાણકારી આપી છે

૫૮ વર્ષે મિસ્ટર બજાજ બીજી વાર બન્યા વરરાજા

મુંબઈ, બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગથી અલગ ઓળખ બનાવનાર રોનિય રોયને કોણ ઓળખતુ નથી. એક્ટરે એના લુક્સ અને દમદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધુ છે. હાલમાં એક્ટર પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. જો કે અરબાઝ ખાન પછી રોનિત રોયના લગ્નની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. તો જાણો રોનિત રોયે બીજી વાર કોની સાથે લગ્ન કર્યા?

રોનિત રોયે જેની સાથે બીજી વાર લગ્ન કર્યા છે એ બીજુ કોઇ નહીં, પરંતુ એમની પત્ની નીલમ બોસ રોય છે. નીલમ બોસ રોય સાથે રોનિત રોયે ફરી લગ્ન કર્યા છે. વાત જાણે એમ છે કે રોનિતે ૨૦મી એનિવર્સરીના ખાસ દિવસે પત્ની સાથે સાત ફેરા લીધા છે. એક્ટરે સોશિયલ મિડીયામાં આ વિશે જાણકારી આપી છે. હાલમાં રોનિત રોયની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે.

રોનિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના કેટલાક વિડીયો શેર કર્યા છે. આ વિડીયો અને તસવીરોમાં ૨૦ વર્ષ પછી ફરીથી લગ્ન કરીને સાત વચનો આપતા નજરે પડી રહ્યા છે. લગ્ન દરમિયાન રોનિત રોયની પત્ની નીલમે લાલ રંગની સાડી પહેરી છે અને સાથે ઘરેણાં પહેરીને નવે-નવેલી દુલ્હન જેવી મસ્ત તૈયાર થઇ છે, જ્યારે રોનિત રોયે સફેદ અને લાલ રંગનો કુર્તો પાયજામો પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે રોનિત રોયે વર્ષ ૨૦૨૩માં એક્ટ્રેસ અને મોડલ નીલમ સિંહ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. નીલમની સાથે એમના બે બાળકો છે.

નીલમ પહેલાં એક્ટરે જોહાના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને એમની એક દીકરી પણ છે. રોનિત રોયના આ લગ્ન બહુ લાંબા સમય સુધી ટકી શક્યા હતા નહીં. નોંધનીય છે કે રોનિત રોયે અનેક સારી-સારી સિરીયલમાં દમદાર રોલ પ્લે કરીને લોકોના દિલ જીતી લીધા છે. ટીવી સિરીયલ સિવાય પણ એક્ટેર અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. ટેલિવિઝનની દુનિયામાં રોહિતનું નામ ખૂબ રોશન થયુ. એક્ટિંગની દુનિયા સિવાય રોનિત રોય એક બિઝનેસ પણ છે. આ સાથે સિક્યુરિટી એજન્સી પણ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.