Western Times News

Gujarati News

ગુજરાતના હજીરામાં L&T સ્ટેમ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

સુરત, એલએન્ડટી, વિક્રમ એ સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર (વીએએસસીએસસી) અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (આઈએએફ)ના સહયોગથી, 28-29 ડિસેમ્બરે ગુજરાતના સુરતમાં હજીરા ખાતે બે દિવસીય ‘એલએન્ડટી સ્ટેમ ફેસ્ટ’નું આયોજન કરશે.

આ ફેસ્ટ સીએસઆર પ્રોજેક્ટ્સમાં એલએન્ડટીની કુશળતા અને વિજ્ઞાનના ક્ષેત્રે વીએએસસીએસસીની કામગીરીને એકસાથે લાવે છે.

બે દિવસીય રિજનલ ફેસ્ટનો ઉદ્દેશ્ય સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ)ને આગળ વધારવાનો છે. વડોદરા, કોઈમ્બતુર, ચેન્નાઈ અને મુંબઈ પણ આગામી એક મહિનામાં સમાન રિજનલ ફેસ્ટના સાક્ષી બનશે, ત્યારબાદ ફેબ્રુઆરીમાં મુંબઈમાં નેશનલ સ્ટેમ ચેલેન્જનું આયોજન કરવામાં આવશે.

રિજનલ ફેસ્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્ટેમમાં તરબોળ થવાનો અનુભવ આપવા માટે રચાયેલ છે. વિજેતાઓને નેશનલ સ્ટેમ ચેલેન્જમાં ભાગ લેવાની તક મળશે.

આ પહેલ અંગે એલએન્ડટીના હઝીરા સેન્ટ્રલ સર્વિસીઝના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, “એલએન્ડટી ખાતે અમે માનીએ છીએ કે ઉત્સાહી શિક્ષકો ક્લાસરૂમમાં નવીનતાના બીજ રોપે છે. એલએન્ડટી સ્ટેમ ફેસ્ટમાં સર્જનાત્મકતા અને વીએએસસીએસસીના સામૂહિક સમજદારી અને એઆઈએફના અતૂટ સમર્પણ દ્વારા ઉત્સુકતા રજૂ થશે. આ ઇવેન્ટ નવીનતા અને શીખવાની શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પોષવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”

વીએએસસીએસસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકરે જણાવ્યું હતું કે, “અમે સુરતના હજીરા ખાતે એલએન્ડટી સ્ટેમ ફેસ્ટના પ્રવેશદ્વાર પર ઊભા છીએ, અમે ભાગ લેનારા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. અમે દરેક સહભાગીને આ અનુભવનો આનંદ માણવા, ઉત્સાહથી આ તકને સ્વીકારવા અને તેમની સર્જનાત્મક ભાવનાને ખીલવા દેવા માટે વિનંતી કરીએ છીએ. અમે આ અદ્ભુત સ્ટેમ પ્રવાસ પર વધુને વધુ યુવા લોકોને પ્રેરણા આપવા માટે આતુર છીએ.”

આ ફેસ્ટ ‘એન્જિનિયરિંગ ફ્યુચર્સ’નો એક ભાગ છે, જે 2019થી 203 સરકારી શાળાઓમાં અમલમાં આવેલ એલએન્ડટી સીએસઆરની સ્ટેમ  શિક્ષણ પહેલ છે, જે 2023માં 6થી 8મા ધોરણના 38,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. પહેલનો ઉદ્દેશ વિજ્ઞાન અને ગણિતને મનોરંજક બનાવવાનો છે અને  કંઈક કરીને શીખવા પર ભાર મૂકે છે. સરકારી શાળાઓમાં શિક્ષકો સ્ટેમ વિષયો શીખવવા માટે ટેક્નોલોજી અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરવાની વિશેષ તાલીમ મેળવે છે. આ તેમને રોજિંદા લેસન્સને વધુ આકર્ષક બનાવવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને સ્ટેમ મોડલ્સ બનાવવા જેવા વ્યવહારુ પ્રોજેક્ટ્સ દ્વારા વિજ્ઞાન અને ગણિતને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઇવેન્ટની મુખ્ય બાબતોઃ

વિવિધ સ્પર્ધાઓ: આ ફેસ્ટ વિદ્યાર્થીઓની બુદ્ધિ અને સર્જનાત્મકતાને પડકારતી સ્ટેમ ચેલેન્જ, ડિઝાઇન ચેલેન્જ (રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ), સાયન્સ આર્ટ, સાયન્સ ઇલોક્યુશન અને સાયન્સ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ સ્પર્ધાઓનું આયોજન કરશે. એક્સપર્ટ પેનલ દરેક સ્પર્ધાને જજ કરશે, ભાગ લેનારને તેમની કુશળતા દર્શાવવાની અને તેમના સાથીદારો પાસેથી શીખવાની તકો પ્રદાન કરશે. સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક ઈનામો અને મુંબઈમાં નેશનલ લેવલની સ્ટેમ ચેલેન્જમાં ભાગ લેવાની તક મળશે.

રસપ્રદ વર્કશોપ્સઃ વીએએસસીએસસી વિષય નિષ્ણાંતો અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે વર્કશોપ્સનું આયોજન કરશે, જેમાં ખગોળશાસ્ત્ર અને મોડલ રોકેટ્રી જેવા વિવિધ સ્ટેમ વિષયોને આવરી લેવામાં આવશે, જે વર્ગખંડની બહાર વિસ્તરેલા શીખવાના અનુભવો પ્રદાન કરશે.

પ્રેરણાદાયક સાયન્સ શો: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર અને રોબોટિક્સના ખ્યાલોને આવરી લેતા મનમોહક સાયન્સ શો રજૂ કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનની અજાયબીઓ નિહાળી શકશે. આ શોનો ઉદ્દેશ જિજ્ઞાસા જગાડવાનો અને શીખવાની જુસ્સો વધારવાનો છે.

વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશન: ક્યુરેટેડ એક્ઝિબિશનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, મૉડલ્સ, પેઇન્ટિંગ્સ અને આઇડિયા પ્રદર્શિત કરવામાં આવશે. એક્ઝિબિશનના સ્થળે વિજ્ઞાન અને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પ્રદર્શકોના સ્ટોલ પણ હશે. આ પ્લેટફોર્મ જ્ઞાનની વહેંચણી અને સહયોગી શિક્ષણને પ્રોત્સાહન આપે છે.

લર્નિંગ એન્વાયર્મેન્ટ: ફેસ્ટનો ઉદ્દેશ્ય શીખવા અને સંશોધન માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં સહભાગીઓને માનનીય મહાનુભાવો અને સ્ટેમ નિષ્ણાંતો પાસેથી શીખવાની અને આંતરદ્રષ્ટિ મેળવવાની તક મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.