Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ભોજન લેનાર ૩૦૦ લોકોની તબિયત લથડી

અંકલેશ્વર, અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગ બાદ આમંત્રિતોની તબિયત લથડવાનો મામલો સામે .અંકલેશ્વરમાં રહેતા બલરામ અગ્રવાલના પુત્ર વિવેકના લગ્નનું રીસેપ્શન શનિવારના રોજ પરમભૂમિ પાર્ટીપ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ભોજન બાદ ૩૦૦ લોકોની તબિયત લથડી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

ઘટનાની જાણ થતા ખોરાક અને ઔષધ નિયમન વિભાગે તપાસ શરૂ કરી છે. યજમાન પરિવારના જણાવ્યા અનુસાર ભરૂચના મા ચામુંડા કેટરર્સને ૩૦૦ થી વધારે વ્યકતિઓના ભોજન માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.લગ્ન સમારંભમાં ભરુચ, અંકલેશ્વર, મુંબઇ, વલસાડ, વાપી, અમદાવાદ સહિતના શહેરોમાંથી મહેમાનો હાજરી આપવા પધાર્યા હતાં.

ભોજન બાદ આમંત્રિતોને પેટમાં દુખાવા , ઊલટી અને તાવની સમસ્યા અનુભવી હતી. ત્રણ દિવસમાં ૩૦૦ થી વધારે મહેમાનોને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

લગ્ન પ્રસંગમાં ભોજનમાં સુપ, પનીર ચિલ્લી, ઢોકળા, પાણીપુરી, રોટલી, પનીરની સબજી, મિકસ વેજીટેબલ, દાળ-ભાત, પાપડ, પાપડી, અંગુર રબડી અને હલવો પીરસવામાં આવી હતી. અંગુર રબડી શંકાસ્પદ હોવાનો દર્દીનો આક્ષેપ લગાવાવમાં આવી રહ્યો છે.

હજુ ઘણા લોકો સારવાર હેઠળ હોવાની માહિતી વચ્ચે તંત્રએ મામલાની તપાસ તપાસ હાથ ધરી છે SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.