Western Times News

Gujarati News

મહેસાણામાં સ્વાઈન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત

Files Photo

આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

મહેસાણા લિંક રોડ પર રહેતા ૪૯ વર્ષના આધેડ છેલ્લાં ઘણા દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા

મહેસાણા, હાલમાં ફરી એક વખત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય રોગચાળો પણ ખૂબ વધ્યો છે. મહેસાણામાં સ્વાઈન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૯ વર્ષના આધેડનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થયું છે. મહેસાણા લિંક રોડ પર રહેતા ૪૯ વર્ષના આધેડ છેલ્લાં ઘણા દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

મહેસાણા એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂનું કારણે મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, COPD, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂના ‘H1N1’ પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને ‘રોગચાળો’ જાહેર કરવામાં આવ્યો હતો.

જો કે, ૨૦૦૯ પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે. આ સાથે WHO એ પણ માહિતી આપી હતી કે સ્વાઈન ફ્લૂનો મોસમી વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જૂન ૨૦૦૯માં WHOએ તેને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં તે કુલ ૭૪ દેશોમાં ફેલાઈ ચૂકી હતી.

તેના ફેલાવા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDC) અને નેધરલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સર્વિસ રિસર્ચ (NIVEL) સાથે મળીને એક ડેટા તૈયાર કર્યો, જેમાં આ વાયરસથી પીડિત લોકો વિશે માહિતી આપવામાં આવી હતી. નેશનલ લાઇબ્રેરી આૅફ મેડિસિન મુજબ, સ્વાઈન ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝાથી થતો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે.

ઉપરાંત, તેના લક્ષણો કોઈપણ સામાન્ય મોસમી રોગ જેવા છે, જેમાં તાવ, ઉધરસ, છીંક આવવી, શરીરના તાપમાનમાં વધારો અથવા ઘટાડો, માથાનો દુખાવો, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.