Western Times News

Gujarati News

ભારતમાં કેન્સર માટેની પ્રથમ સીરપ તૈયાર કરાઈ

નવી દિલ્હી, ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? એ એક મોટો સવાલ છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (એસ્ટ્રેક) એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરેપીમાં વપરાતી આ દવા (૬- મર્કેપ્ટોપ્યૂરિન કે પછી ૬-એમપી) નું નામ પ્રીવેલ રખાયું છે.

એસ્ટ્રેકના ડૉક્ટરોએ બેંગ્લુરુની આડીઆરએસલેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે.

ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.
મર્કેપ્ટોપ્યૂરિનનો ઉપયોગ તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. આ એન્ટીમેટાબોલાઈટ્‌‌સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે જે કેન્સરના કોષોને વધતાં અટકાવે છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલના ચાઈલ્ડ મેડિકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ કહ્યું કે પ્રીવેલનું લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે જે બાળકો માટે વધુ અનુકૂળ રહેશે. હાલમાં બાળકોને ટેબલેટ આપવામાં આવતી હતી. પ્રીવેલને દવા નિયામક સીડીએસસીઓદ્વારા માન્યતા મળી ગઇ છે.

આપણે જ્યારે કેન્સરની સારવાર વિશે વિચારીએ છીએ તો પહેલી વસ્તુ ધ્યાનમાં આવે છે એ છે કીમોથેરેપી. કેન્સરમાં કીમોથેરેપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે.

કીમોથેરેપીમાં સામાન્ય રીતે રેડિયોથેરેપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કીમો મોટાભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઈન્જેક્શન તરીકે અને ક્યારેક ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે.
કેન્સરની સારવાર માટે પહેલીવાર ૧૯૪૦માં કીમોથેરેપી અપાઈ હતી.

હવે નવી સીરપ મળી જતાં લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરેપીથી મુક્તિ મળી શકે છે. એટલે કે હવે તેમાં પીડા કે અસહજતાની સ્થિતિ પેદા નહીં થાય. હજુ તેની કિંમત વિશે ખુલાસો નથી કરાયો પણ અપેક્ષા મુજબ તેની કિંમત ઓછી હશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.