Western Times News

Gujarati News

૨૦૨૪માં પણ શાહરૂખ ખાનની ટ્રિપલ ધમાલ

મુંબઈ, ગયું વર્ષ શાહરૂખ ખાનના નામે હતું. તેની ત્રણ ફિલ્મો ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ રીલિઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ફેન્સ જાણવા ઉત્સુક છે કે ૨૦૨૪માં શાહરૂખ ખાન શું કરવા જઈ રહ્યો છે. હાલ તે આરામ કરી રહ્યો છે. ત્યારબાદ તે ત્રણ ફિલ્મોની જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન આ મહિને એટલે કે જાન્યુઆરીમાં ફેમિલી વેકેશન પર જશે. ત્યાંથી પરત ફર્યા બાદ તે મહિનાના અંતમાં તેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરશે. શાહરુખ ખાન હાલમાં તેની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. ગયા વર્ષે જનતાએ જે પ્રેમ આપ્યો તેનાથી તે ખૂબ જ ખુશ છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ શાહરૂખ ખાન જાન્યુઆરીમાં જ તેની ત્રણ ફિલ્મોની જાહેરાત કરશે. આ પછી તે તેના પર કામ કરવાનું શરૂ કરશે. પરંતુ આમાંથી કોઈ પણ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થાય તેવી શક્યતા ઓછી છે. ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો શાહરૂખ ખાનના આગામી સ્ટેપને લઈને ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શાહરૂખ આગળ શું કરવા જઈ રહ્યો છે. પરંતુ શાહરૂખ કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કરવાની ઉતાવળમાં નથી. તેની પાસે કેટલીક Âસ્ક્રપ્ટો છે.

પરંતુ તે રજા પરથી પરત ફર્યા પછી તેને જોશે અને તેના પર પોતાનો અભિપ્રાય જણાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગળ શું કરવું તે આરામથી નક્કી કરશે. શાહરુખ ખાનની એક ફિલ્મ ભવિષ્યમાં ફાઈનલ છે. તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરશે. આમાં તેની સાથે સલમાન ખાન લીડ રોલમાં હશે.

‘પઠાણ’ની રિલીઝ વખતે તેના પર ખૂબ જ ચર્ચા થઈ હતી, તેનું નામ ‘ટાઈગર વર્સીસ પઠાણ’ રાખવામાં આવ્યું હતું. એવા અહેવાલો છે કે તે ૨૦૨૫ ના અંત સુધીમાં રિલીઝ પણ થઈ શકે છે. આ સિવાય શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝની ફિલ્મ ‘ભક્ષક’નું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.