Western Times News

Gujarati News

AMC ટેક્ષ વિભાગે નવી 32 હજાર મિલકતોની આકારણી કરી

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી અને  પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે ધંધાકીય એકમમાં 10થી વધુ કર્મચારીઓ હોય તેવા એકમો પ્રોફેશનલ ટેક્સ ભરે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે કાર ઓથોરાઇઝ ડીલરોના ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં વિવિધ સેક્ટરો જેવા કે પેટ્રોલ પંપ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી અને જો પ્રોફેશનલ ટેક્સ નહીં ભરતા હોય તો તેઓ પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલ કરવામાં આવશે જેથી કોર્પોરેશનની આવકમાં વધારો થશે.આ ઉપરાંત શહેરની હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં બી.યુ.ઇસ્યુ થઈ હોય તેવી મિલકતોની પણ આકારણી કરવામાં આવી રહી છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન વિસ્તારમાં આવતા બોપલ, ઘુમા, ચિલોડા ઓઢવ કઠવાડા સહિતના વિસ્તારોમાં નવા રહેણાંક વિસ્તારો બન્યા છે. નવા ભળેલા વિસ્તારોમાં 1 એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધીમાં 32000 નવા મકાનોની આકારણી કરવામાં આવી છે.

જે કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં નથી આવતો તેવા કરદાતાઓની મિલકતોને હરાજી કરવાનો નિર્ણય ટેક્ષ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જે અંતર્ગત પશ્ચિમ જન્મમાં ચાર જેટલી પ્રોપર્ટીને અને પૂર્વ ઝોનમાં વટવા વિસ્તારમાં આવતા બે જેટલા પ્લોટ ને કોર્પોરેશનના ચોપડે ચડાવવામાં આવ્યા છે વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશિલા નામની બિલ્ડીંગની હરાજી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. જેથી રૂપિયા 38 લાખનો ટેક્સ તેવો દ્વારા ભરવામાં આવે છે પરંતુ હજી 18 લાખ બાકી છે. તેઓને ચાલુ બંધનો લાભ મળશે અને આગામી દિવસોમાં જ્યાં સુધી તેઓ ટેક્સ નહીં પડે ત્યાં સુધી તેમની જાહેર હરાજીની નોટિસ યથાવત રહેશે.

પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓમાં વધારો કરવા માટે થઈ અને આ તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિહિકલ ટેક્સની ઓનલાઇન અરજી કરી અને કલેક્શનની કાર્યવાહી 21 ઓક્ટોબર 2023 થી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત 31,983 જેટલી અરજીઓ ઓનલાઈન સબમિટ ડીલર દ્વારા કરવામાં આવી છે. જેનાથી 28.86 કરોડ થઈ છે. એક્સ બાબતે કોઈપણ અરજી જ્યારે આવે છે ત્યારે ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય રીતે તપાસ કર્યા વિના પણ જાવક લખીને આપી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી હવેથી ઇન્સ્પેક્ટરોએ ડેપ્યુટી એસ્ટેટ કલેકટર પાસેથી મંજૂરી લીધા બાદ જ જાવક કરશે.

જે પણ કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં નથી આવતો તેવા કરદાતાઓની મિલકતોને હરાજી કરવાનો નિર્ણય ટેક્ષ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જે અંતર્ગત પશ્ચિમ જન્મમાં ચાર જેટલી પ્રોપર્ટીને અને પૂર્વ ઝોનમાં વટવા વિસ્તારમાં આવતા બે જેટલા પ્લોટ ને કોર્પોરેશનના ચોપડે ચડાવવામાં આવ્યા છે વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશિલા નામની બિલ્ડીંગની હરાજી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી.

જેથી રૂપિયા 38 લાખનો ટેક્સ તેવો દ્વારા ભરવામાં આવે છે પરંતુ હજી 18 લાખ બાકી છે. તેઓને ચાલુ બંધનો લાભ મળશે અને આગામી દિવસોમાં જ્યાં સુધી તેઓ ટેક્સ નહીં પડે ત્યાં સુધી તેમની જાહેર હરાજીની નોટિસ યથાવત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.